ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. ભગવાન જેને બચાવવા માંગે છે તેને કોઈ મારી ન શકે. તેવી જ એક ઘટના Chinaમાં સામે આવી જેમાં 4 વર્ષનું એક માસુમ બાળક 18માં માળેથી નીચે પટકાયું પરંતુ ચમત્કારિક રીતે તેનો બચાવ થયો. ચીનના હુબેઇ પ્રાંતના શિયાંગયાંગ શહેરમાં એક ચાર વર્ષનું બાળક પોતાના ઘરે એકલું હતું. માં-બાપ ઘરથી બહાર હતા. તે સોફા પર ચઢ્યો અને 180 ફુટ નીચે પડ્યો. આ ઘટના ગત 6 ઓગસ્ટના રોજની છે. એક અખબારમાં છપાયેલ સમાચાર મુજબ ડોક્ટરોએ જણાવ્યું કે China ના હુબેઇ પ્રાંતના શિયાંગયાંગ શહેરમાં 18માં માળેથી પટકાયેલા બાળક નીચે રહેલ એક ઝાડ પર પડવાને કારણે બચી ગયું. પરંતુ, ગંભીર રીતે ઘાયલ થયું હતું. તેનો હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની તબિયત હાલ સ્થિર છે. ગંભીર રીતે ઘાયલ બાળક ઘરે પોતાની દાદી સાથે રહેતો હતો. કારણકે તેના માં-બાપ બીજા શહેરમાં નોકરી કરતા હતા. એકલા રમતા રમત બાળક ઘરની બારી માંથી નીચે પડી જાય છે. તેની દાદી કરિયાણું લેવા ઘરની બહાર ગઈ હતી.
અજાણ્યા લોકોએ બતાવી માનવતા
બાળકના માતા-પિતાને ઇમર્જન્સી સર્વિસ તરફથી ફોન કરવામાં આવ્યો. બાળકના પિતાએ જણાવ્યું કે બાળકની માતા આઘાતમાં હતી. તે કઈ કરી શક્તિ ન હતી. પરંતુ, કેટલાંક અજાણ્યા લોકોએ બાળકને એમ્બ્યુલન્સ મારફત Chinaની સ્થાનિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
ગંભીર ઈજાઓ છતાં બાળકનો ચમત્કારિક બચાવ
હોસ્પિટલમાં ડોક્ટરોએ જણાવ્યું કે બાળકને અનેક જગ્યાએ ગંભીર ઈજાઓ થઇ છે. બાળક આઈસીયુમાં છે પરંતુ તેની હાલત હાલ સ્થિર છે. બાળકની સારવાર કરનાર ડોક્ટર ચેન શી એ જણાવ્યું કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. બાળક માટે તત્કાલ ઇમર્જન્સી પ્રોટોકોલ બનાવવામાં આવ્યો. બાળકની સર્જરી કરવા માટે 6 અલગ અલગ વિભાગોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ હાજર હતા. સર્જરીના ત્રણ દિવસ બાદ બાળકની સ્થિતિ હવે ઘણી સારી છે.