કફ અને ખાંસી : ગળોને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે.
જીભ અને મોઢામાં સુકાપણું : ગળો (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે.
જીભની પ્રદાહ અને સોજો : ગળો, પીપર અને રસૌતની રાબ બનાવીને તેના કોગળા કરવાથી જીભની બળતરા અને સોજો દુર થઇ જાય છે.
મોઢાની અંદર છાલા : ધમાસા,હરડે, જાવિત્રી, દખ, ગળો, બહેડા અને આંબળા આ બધાને સરખા ભાગે લઈને રાબ બનાવી લો. ઠંડી પડે એટલે તેમાં મધ ભેળવીને પીવાથી મુખપાક દુર થાય છે.
શારીરિક નબળાઈ : 1૦૦ ગ્રામ ગળો ની લય, 100 ગ્રામ અનંતમૂળનું ચૂર્ણ, બન્નેને એક સાથે 1 લીટર ઉકળતા પાણીમાં ભેળવી દો કોઈ બંધ વાસણમાં મૂકી દો. 2 કલાક પછી મસળી ગાળીને સુકવી લો. તેનો 50-100 ગ્રામ રોજ 2-3 વખત સેવન કરવાથી તાવ ને લીધે આવેલ શારીરિક નબળાઈ દુર થાય છે.
એઇડ્સ (એચ.આઈ.વી.) : ગળો નો રસ 7 થી 10 મી.લી., મધ કે કડવા લીમડાનો રસ અથવા દાળ ચૂર્ણ કે હરિદ્રા, ખદીર અને આંબળા એક સાથે રોજ 3 વખત ખાવાથી એઈડ્સમાં ફાયદો મળે છે. તે ઉપસતા ઘાવ, પ્રમેહ જન્ય મૂત્રસંસ્થાન ના રોગ નાશક અને જીર્ણ પુતિ કેન્દ્ર જન્ય વિકાર નાશક માં ફાયદાકારક રહે છે.
ભગંદર : ગળો, સુંઠ,પુનર્વવા, બરગદ ના પાંદડા અને પાણીની અંદરની ઈંટ આ બધાને સરખા ભાગે લઇ લો, અને વાટીને ભગંદર ઉપર લેપ કરવાથી જો ભગંદર ની ફોડકી પાકી ન હોય તો તે ફોડકી બેસી જાય છે. ગળો, સોઠી ના મૂળ,સુંઠ,જેઠીમધ અને બેરીના કોમળ પાંદડા તેને જરૂરી વાટીને તેને હળવું ગરમ કરીને ભગંદર ઉપર લેપ કરો તેનાથી લાભ થાય છે.