વડોદરા:એક તરફ પોલીસ કહે છે દારૂ બંદીના કાયદા નો અમલ કડક કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા માં જોઈએ એટલો દારૂ અવેલેબલ .
શ્રાવણનો મહિનો આવતા જ જુગારિયા ગેલમાં આવી જાય છે અને જૂગારની સાથે સાથે દારુ મહેફીલ પણ માણે છે. ખાસ કરીને જો કોઇ વિશાળ ફાર્મ હાઉસમાં જુગાર રમાતો હોય અને તેમાં પણ માલેતૂજાર વેપારીઓનો સાથ હોય તો પાન પત્તાની સાથે વિદેશી બ્રાન્ડેડ દારૂતો મળી આવે.
શહેરની દુમાડ ચોકડી નજીક આવેલા હિરાબાગ ફાર્મમાં છેલ્લા ઘણા દિવસોથી જુગાર રમાતો હોવા અંગેની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જેના પરિણામે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પ્રવિણ ઇશ્વરભાઇ પટેલના દુમાડ ચોકડી સ્થિત હિરાબાગ ફાર્મ હાઉસ દરોડો પાડતા કુલ 11 જેટલા માલેતૂજારુઓ જુગાર રમતા ઝડપાયા હતા. જોકે પોલીસે ફાર્મ હાઉસમાં તપાસ કરતા વેટ 69. ટીચર્સ, બકાર્ડી રમ, 100 પાઇપપર્સ જેવી અનેક મોંઘી દાટ વિદેશી બ્રાન્ડેડ દારૂની બોટલો મળી આવી હતી અને બીજી તરફ જુગાર રમતા ઝડપાયેલા વેપારીઓના દાવ પર લાગેલા 90,600 તેમજ તમામ 11 જુગારિયાઓની અંગઝડતી કરતા 1.32 લાખ તેમજ રૂ. 55 હજારના 12 મોબાઇલ ફોન, 5 ફોર વિહ્લર કાર અને 1 મોટરસાઇકલ મળી કુલ 34.94 લાખનો મુદ્દામાલ પોલીસે કબજો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 જુગારીયાઓ કોણ
- સમીર કિશોરકાંત ઠક્કર રહે. નિઝામપુરા વડોદરા.
- પ્રવિણ ઇશ્વરભાઇ પટેલ રહ. નિઝામપુરા વડોદરા
- ચેતન ભાનુભાઇ પટેલ રહે. નિઝામપુરા વડોદરા.
- પ્રશાંત કુમુદચંદ્ર ત્રિવેદી રહે. સમા સાવલી રોડ વડોદરા.
- સુરીત અરવિંદભાઇ શુક્લ( 52) રહે. તુષાર સોસાયટી, નિઝામપુરા (ધંધો – કોન્ટ્રાકટર)
- નરેન્દ્ર નાથાલાલ રાવલ (58) રહે. કદમ નગર નિઝામપુરા (નોકરી-જીએએફસી કંપનીમાં)
- રાજન અમૃતલાલ દાલીયા (59) રહે. આઇ ટાવર સેન્ટ્રલ પાર્ક સુર્યા હોટલ પાસે સયાજીગંજ ( શેર બજારની ઓફીસમાં નોકરી )
- વિપુલ અવનિશભાઇ પટેલ (42) રહે. પરિશ્રમ સોસ. ફતેગંજ (ધંધો – ટ્રેડીંગ, થરમોટેક કંપનીનો)
- મિનેષ જશુભાઇ પટેલ (39) રહે. ગંગાજમુના સોસ. સુભાનપુરા ( પ્રાઇવેટ કંપનીમાં નોકરી)
- ગજેન્દ્ર રનવિરસિંહ જાડેજા (56) રહે. ગીરીરાજ સોસ. છાણી જકાતનાકા ( ધંધો – પ્રિંટીંગ પ્રેસ)
- શૈલેષ કાંતિભાઇ પટેલ (52) રહે. મહેસાણાનગર, નિઝાંપુરા ( ઘંઘો- શ્રીરંગ એન્જિન્યરીંગ કંપનીના માલીક)