અમદાવાદઃ રાજહંસા (દેસાઇ-જૈન) ગ્રુપ દ્વારા દુનિયાભરના સંભવિત ક્ષમતા ચાહનારા સાથે ઔદ્યોગિક ક્ષમતાના માલિકોને જોડતું તેનું અનોખું અજોડ ઓનલાઇન મંચ શેરઇકોનોમી લોન્ચ કર્યાની જાહેરાત કરી હતી.
સફળ સમુહ તરીકે પોતાનો સિદ્ધ કરનાર ૪૫૦૦ કરોડનું વેપારગૃહ રાજહંસ (દેસાઇ-જૈન) ગ્રુપ દ્વારા બીટુબી ઇ-કોમર્સ મંચ શેરઇકોનોમી લોન્ચ કરવામાં આવ્યું છે. શેરઇકોનોમી આદાનપ્રદાન કરવાની સંકલ્પના પર નિર્માણ થયું છે. બહુ વેપાર જરૂરતો સાથેના લોકો અને વધારાનાં સંસાધનો સાથેના લોકો પણ મોજૂદ છે ત્યારે એમની જરૂરતોને તે સંભવિત રીતે પહોંચી વળી શકે છે. શેરઇકોનોમી પર ઉદ્યોગપતિઓ તેમની ક્ષમતાઓની પહોંચ વધારી શકે છે અને નવી શકયતાઓના પ્રકારની ખોજ પણ કરી શકે છે, જેને લીધે તેમની અસલ સંભાવનાઓનો સ્તર ઊંચો જશે.
આ મંચનું લક્ષ્ય ઔદ્યોગિક ક્ષમતા માલિકો અને ચાહનારા વચ્ચે નફાકારક અને આપસી લાભદાયી સંબંધો નિર્માણ કરવાનું છે વાસ્તવમાં તે ઘણા બધા વેપારો અને નવાં સાહસોને અગ્રતાનાં સ્થળો ખાતે ક્ષમતાઓની વૈવિધ્યપૂર્ણ શ્રેણીઓ પ્રદાન કરીને અને તેમની અચૂક આવશ્યકતાઓ સાથે સુમેળ સાધીને સપનાં સાકાર કરવામાં મદદરૂપ થશે.
ઉપરાંત શેરઇકોનોમી વેપારોનાં અલગ અલગ પાસાંઓ પર નિષ્ણાત માર્ગદર્શન આપશે, જેમ કે, સક્ષમતા, માર્કેટિંગનું મૂલ્યાંકન અને તમારી ચોક્કસ વેપારની જરૂરતો વગેરે માટે યોગ્ય લોકોને શોધવામાં પણ મદદ કરે છે. તે ક્ષમતા માલિકો અને ચાહનારાને મદદરૂપ થવા માટે શ્રેણીબદ્ધ સંબંધિત સેવાઓ પણ આપશે, જેમ કે, ટેકનિકલ અને નાણાકીય સુચારૂ સૂઝબુઝ, પ્રોડકટ ડિઝાઇન અને વિકાસ, લેબલ ડિઝાઇન, કંપનીની રચનાઓ વગેરે.
રાજહંસ (દેસાઇ-જૈન) ગ્રુપના ગ્રુપ ચેરમેન જયેશ દેસાઇએ જણાવ્યું હતું કે નવી ઊંચાઇઓ સર કરવાના લક્ષ્ય સાથે રાજહંસ ગ્રુપે હંમેશા વિવિધ ક્ષેત્રોમાં પોતાનાં મૂળિયાં ફેલાવ્યાં છ શેરઇકોનોમી જેવા ઊભરતા ઇ-કોમર્સ મંચ સાથે અમે લોકોની વેપાર કરવાની પદ્ધતિમાં બદલાવ લાવવા માગીએ છીએ.
શેરઇકોનોમીના સહ-સ્થાપક અને સીઇઓ શેખર કાળેએ જણાવ્યું હતું કે ભારતમાં ૩૬ મિલિયન નોંધણીકૃત એમએસએમઇ યુનિટસ છે અને મુખ્ય પડકાર તેમને માટે ઇન્સ્ટોલ્ડ ક્ષમતાઓની ઉપયોગિતા છે. બહુ ઓછી કંપનીઓ તેમની સંપૂર્ણ ક્ષમતાઓમાં કામ કરે છે. આમાં કોઇ ઓનલાઇન અથવા ઓફફલાઇન મંચ નથી જે તમને ઉપલબ્ધ બાકી ક્ષમતાઓ વિશે તૈયાર માહિતી આપી શકે.
શેરઇકોનોમી મુંબઇ બહાર સ્થિત છે, જેના પ્રાદેશિક કાર્યાલય દિલ્હી, બેન્ગલોર, સુરત,કોલકતા, પુણે અને હૈદરાબાદમાં છે અને સુરત સ્થિત રાજહંસ (દેસાઇ-જૈન) ગ્રુપનો હિસ્સો છે. તે સિંગાપોર, યુકે અને યુએસ જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાની પણ યોજના ધરાવે છે.