કોફી પીવી ખરાબ વસ્તુ નથી, તેનું વ્યસન થઈ જાય તો આર્થિક અને શારીરિક નુકાશાન કરે છે. ટેવ છૂટી તો શારીરિક સ્વાસ્થ્ય તેમ જ આર્થિક સ્વાસ્થ્ય પણ સુધરશે. કોફીનું ખર્ચ અને દવાનું ખર્ચ બચાવીને શ્રેષ્ઠ પરફોર્મન્સ બતાવીને વધું નાણાં કમાઈ શકાય છે. કોફી છોડી દેવાથી નિવૃત્તિના 60 વર્ષ સુધીમાં કરોડપતિ બની શકાય છે. તેની સંપૂર્ણ ગણતરી છે. નાના રેસ્ટોરન્ટમાં પણ કોફીની કિંમત 50-200 રૂપિયાથી ઓછી નથી. ચા, કોફી, સીગારેટ, તંબાકુ, પાન મલાસાથી મહિનામાં 6000 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આ પૈસા એસઆઈપીમાં રોકાણ કરવામાં આવે તો કરોડપતિ બની શકાય છે. આ તેની ફોર્મ્યુલા છે.
30 વર્ષની ઉંમરથી 60 વર્ષ સુધીના 30 વર્ષમાં રોજ 200 રૂપિયા દૈનિક કોફી, ચા, તમાકુ, સાગારેટ કે પાન મસાલા કોઈ એક કે વધું બંધ કરો છો, તો તે પૈસાથી મહિને 6000 રૂપિયાની એસઆઈપી કરીને 30 વર્ષ પછી, તમે 10 ટકાના અંદાજિત વળતરના આધારે રૂ.1,24,75,654 (સવા કરોડ રૂપિયા) બચાવી શકો છો. આમ કરોજ પતી બની શકાય છે. જોકે બીજા વ્યસનો હોય તો તેમાં પણ આટલી જ બચત થાય છે. વળી તમારી કામ કરવાની ક્ષમતા વધવાથી અને દવાનું ખર્ચ બચવાથી બીજા એટલા જ રૂપિયા 60 વર્ષ સુધીમાં બચાવીને 2.50થી 3 કરોડ રૂપિયા બચાવી શકાય છે.