આ બાંધકામ ગેરકાયદેસર હોવાછતાં શા માટે જવાબદાર તંત્ર, વિભાગ કે અધિકારીઓ ના ધોતિયા ઢીલા થઈ રહ્યા છે તે સમજાતું નથી !
આ ગેરકાયદે બાંધકામ માં કાંતો કોઈ મોટો વહીવટ થયો છે અથવા તો કોઈ મોટી ‘ટોપી’ આખા પિક્ચર માં હોવાની શંકાઓ ઉભી થઇ છે,સત્યડે અખબાર આ રહસ્ય નો ભાંડાફોડ કરીને રહેશે તે વાત નક્કી છે.
વલસાડ માં KBC પ્રોજેક્ટ નો વિવાદ દિવસે દિવસે વધતો જઈ રહયો છે અને આ બાંધકામ ગેરકાયદેસર હોવાછતાં શા માટે જવાબદાર તંત્ર, વિભાગ કે અધિકારીઓ ના ધોતિયા ઢીલા થઈ રહ્યા છે તે સમજાતું નથી જેથી કાંતો કોઈ મોટો વહીવટ થયો છે અથવા તો કોઈ મોટી ટોપી આખા પિક્ચર માં હોવાની શંકાઓ ઉભી થઇ છે,સત્યડે અખબાર આ રહસ્ય નો ભાંડાફોડ કરીને રહેશે તે વાત નક્કી છે.
વલસાડ ધરમપુર ચોકડી ઉપર કાલાજી બિલ્ડર્સ ગ્રુપ દ્વારા એન એ હુકમ માં હેતુફેર વિના ધમધમતા KBC બાંધકામ રોકવામાં જાણે તંત્ર ને સાપ સૂંઘી ગયો છે અને જાણે તંત્ર મજાક બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે.
વલસાડ ના બિલ્ડરો અને ડેવલપ રો કલેકટર નો એન એ વિભાગ, નગરપાલિકા તંત્ર અને નગર નિયોજન વિભાગ ની કચેરિઓ ના જવાબદારો એ આંખ કાન બંધ કરી દીધા છે.
ધરમપૂર ચોકડી ઉપર ધમધમતા KBC ના આ પ્રોજેક્ટ માટે સર્વે ન ૧૭૮/3 જેનું ક્ષેત્રફળ૦-૩૭-૪૩ સ્કવેર મીટર માં જમીન મહેસુલ કાયદા કલમ૬૫ હેઠળ તે સમય ન તત્કાલીન કલેકટર રવિ અરોરા પાસે આ બિલ્ડર અને ડેવલોપરે રહેણાંક અને ઓફીસ(હાઈ રાઈઝ ફ્લેટ ટાઈપ ) હેતુ માટે બિનખેતી ની પરવાનગી લીધી હતી. જેનો પરવાનગી નમ્બર સી બી /એન એ/રજી.૬૪/૨૦૧૪-૨૦૧૫/વશી૪૯૫૨-૬૦/૨૦૧૫ તા.૫/૧૨/૨૦૧૫ છે, પરંતુ ત્યારબાદ બિલ્ડરો એ કોમર્શિયલ બાંધકામ ચાલુ કરી દીધું છે જે અંગેના અહેવાલો મીડિયા માં આવ્યા બાદ જવાબદારો ખુલાસો કરવાને કે તપાસ કરવાને બદલે મૂંગા મંતર બની ગયા છે જે વાત શંકાઓ ઉભી કરે છે ત્યારે આ વિવાદી મેટર માં ખુલાસો જરૂરી થઈ પડ્યો છે.
હાલ તો એવું જણાઈ રહ્યું છે કે આ પ્રોજેક્ટ ૧૦૦ % કોમર્શિયલ બાંધકામ બિન ખેતી હુકમ ની વિરુદ્ધ કરવા નો હેતુ ફક્ત ને ફક્ત આર્થિક લાભ મેળવવા માટે કાલાજી બિલ્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાય રહ્યું છે.
આ વિવાદી બાંધકામ રોકવું સરકાર અને વહીવટી તંત્ર ની ફરજ અને પ્રતિષ્ઠા નો સવાલ થઈ પડ્યો છે.
સમગ્ર પ્રકરણ માં તંત્ર દ્વાર પગલાં ભરાશે કે નહીં તે વાત હવે સામાન્ય જનતા માં ચર્ચાનો વિષય બની છે.