આ શાકભાજીનું નામ છે ખુખડી (Khukhadi). તેની કિંમત છે 1200 રૂપિયા પ્રતિ કિલો. પરંતુ માર્કેટમાં આવતા જ આ શાકભાજી વેચાઇ જાય છે. આ શાકભાજીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન મળે છે.છત્તીસગઢમાં તેને ખુખડી કહેવામાં આવે છે. સાથે જ ઝારખંડમાં તેને રુગડા કહે છે. આ બંને જ મશરૂમની એક પ્રજાતિ છે. આ શાકભાજી ખુખડી છે, જે કુદરતીરીતે જંગલમાં ઉગે છે. આ શાકભાજીને બે દિવસમાં જ રાંધીને ખાવી પડે છે, નહીંતર તે બેકાર થઇ જાય છે. છત્તીસગઢના બલરામપુર,સૂરજપુર, સરગુજા સહિત ઉદયપુર નજીક આવેલા કોરબા જિલ્લાના જંગલમાં વરસાદની સીઝનમાં કુદરતી રીતે ખુખડી ઉગી નીકળે છે.બે મહિના સુધી ઉગતી ખુખડીની માગ એટલી વધુ છે કે જંગલમાં રહેચા ગ્રામીણ તેને એકઠી કરી રાખે છે. છત્તીસગઢના અંબિકાપુર સહિત અન્ય નગરીય વિસ્તારોમાં વચેટિયાઓ તેને ઓછા ભાવે ખરીદીને 1000થી 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચે છે. સીઝનમાં દરરોજ અંબિકાપુરની બજારમાં તેનો આશરે 5 ક્વિંટલનો પુરવઠો આવે છે.
ખુખડી એક પ્રકારનું ખાઇ શકાય તેવુ સફેદ મશરૂમ છે. ખુખડીની અનેક પ્રજાતિઓ છે. લાંબી દાંડી ધરાવતી સોરવા ખુખડી વધુ પસંદ કરવામાં આવે છે. તેને બોલચાલની ભાષામાં ભુડુ ખુખડી કહે છે. ભુડુ એટલે કે ઉધઇ દ્વારા બનાવવામાં આવેલુ માટીનું ઘર. જ્યાં તે વરસાદમાં ઉગે છે. તે શરીરમાં ઇમ્યુનિટી વધારે છે.શ્રાવણના પવિત્ર મહિનામાં ઝારખંડની એક મોટી આબાદી ચિકન અને મટન ખાવાનું એક મહિના માટે બંધ કરી દે છે. તેવામાં અહીં અંતરિયાળ વિસ્તારોમાંથી આવતી ખુખડી ચિકન અને મટનનો એક શાનદાર વિકલ્પ બની જાય છે. બસ થોડુ ખિસ્સુ હળવુ કરવુ પડે છે. રાંચીમાં તે 700થી 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.શાકભાજી ઉપરાંત તેનો ઉપયોગ દવા બનાવવા માટે પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે વરસાદની સીઝનમાં વીજળી પડવાથી ધરતી ફાટે છે. તે સમયે ધરતીની અંદરથી સફેદ રંગની ખુખડી નીકળે છે. પશુ ચરાવતા ભરવાડોને ખુખડીની સારી એવી પરખ હોય છે. તેઓ જાણે છે કે કઇ જગ્યાએ ખુખડી મળી શકે છે.