અમેરિકી મૂળની એક મહિલા ભારતમાં પ્રવાશે હતી. ત્યારે તેની સાથે એક દુખદ ઘટના બની. આઘટના તામિલનાડુના તિરુવન્નામલાઈની છે. હકીકતમાં એક શક્ખ આ મહિલાને કહેવાતી રીતે તેની પર રેપ કરવાની કોશિશ કરી રહ્યો હતો. મહિલાને માર્શલ આર્ટ આવડતા હોય તેને સામે હુમલો કરી તેને ખૂબ જ ખરાબ રીતે ધોઈ નાંખ્યો.
લોકડાઉનમાં મહિલા ફસાઈ જતાં ભાડાનું ઘર લઈ લીધું
હકિકતે આ મહિલા માર્ચ મહિનામાં તિરુવન્નામલાઈમાં શિફ્ટ થઈ હતી. પરંતુ તે લોકડાઉન દરમિયાન ત્યાં ફસાઈ ગઈ. તેણે ત્યાંજ ભાડાનું ગર લઈ લીધું અને તેણે પોતાના વિઝા વધારાવી દીધા. રવિવારે મહિલા પોતાના ઘરની બહાર ઉભી હતી ત્યારે એક શખ્સ આવ્યો. તેણે કેસરી રંગનું કપડું પહેરી રાખ્યું હતું. તેણે મહિલા પર રેપ કરવાની કોશિશ કરી.
નાકમાંથી લોહી નીકળ્યું ત્યાં સુધી મહિલાએ તેને ધોયો
પરંતુ તે શખ્સને એ ખબર નહોતી કે મહિલા માર્શલ આર્ટમાં ટ્રેન્ડ છે. મહિલાએ તેને ખૂબજ ખરાબ રીતે ધોઈ નાંખ્યો. અહીં સુધી કે તેના નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું. પછી આસપાસના લોકોએ મહિલાનો અવાજ સાંભળ્યો અને સ્થાનિક લોકો આવી ગયા. તેમણે આ શખ્સને પોલિસને હવાલે કરી દીધો. આ વ્યક્તિનું નામ મનિકન્દન બતાવાઈ રહ્યું છે.
આ વ્યક્તિ પોતાને બતાવી રહ્યો હતો સંત
એવું જણાવાઈ રહ્યું છે કે આ વ્યક્તિ પોતાને સંત બતાવી રહ્યો હતો. તે સ્થાનિક મંદિરોની આસપાસ ઘણી વખત જોવા મળ્યો હતો. હકિકતમાં તે નામાકલનો રહેવાસી છે. પોલિસનું કહેવું છેકે હાલમાં તેની તપાસ ચાલુ છે.