બેન્ક એકાઉન્ટ હોય અથવા તો કોઇ અન્ય કામ હોય આધાર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. UIDAI કાર્ડ હોલ્ડર્સને ઇ-આધાર રાખવાની પણ સુવિધા આપે છે. ઇ-આધાર તેની ઇલેક્ટ્રિક કોપી જેને પાસવર્ડ દ્વારા પ્રોટેક્ટ કરી શકાય છે. જો કોઇની પાસે આધાર કાર્ડ સાથે ન હોય તો તે પોતાનું કામ ઇ-આધાર દ્વારા પણ કરાવી શકાય છે. પરંતુ સવાલ તે ઉઠે છે કે શું ઇ-આધાર દરેક જગ્યાએ માન્ય છે કે નહીં તો ચાલો જાણીએ તેના વિશે…
ઇ-આધારની છે માન્યતા
નિયમો કહે છે કે યુનિટ આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)ની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવેલુ ઇ-આધાર કાર્ડ બરાબર જ માન્યતા ધરાવે છે. તમે તેને ફિઝિકલ કૉપીની જેમ જ ઇલેક્ટ્રોનિક કૉપીનો યુઝ કરી શકો છો.
કોઇ લેવાથી કરી શકે છે ઇનકાર?
ઇ-આધારનો સ્વીકાર કરવાથી કોઇપણ ઇનકાર ના કરી શકે. જો કોઇ ઇ-આધારને સ્વીકાર કરવાથી ઇનકાર કરી દે તો તમે તેની સાથે સંબંધિત અધિકારી અથવા વિભાગમાં તેની ફરિયાદ કરી શકો છો.
કેવી રીતે મળશે ઇ-આધાર?
તમે UIDAIની વેબસાઇટ પર જઇને પોતાનું ઇ-આધાર પ્રાપ્ત કરી શકો છો. તેના માટે તમારે તમારુ એનરોલમેન્ટ નંબર અથવા તો આધાર નંબર નાખવાનો રહેશે. ઇ-આધારમાં સુરક્ષા માટે પાસવર્ડ લાગેલો હોય છે. તેમાં એક કોડની જરૂર પડે છે.