કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ 20 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં 7, 11 અને 12 સપ્ટેમ્બરના રોજ સંપૂર્ણ લોકડાઉન રહેશે. તેમણે આ વાતો મંત્રીમંડળની બેઠક દરમિયાન કરી હતી.
મેટ્રો સેવા ફરી શરૂ થઈ
રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે સામાજિક અંતરનાં ધારાધોરણોને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલ સેવાઓ ફરી શરૂ કરવામાં આવે. અમે છ હોટસ્પોટ સ્ટેટ્સથી ફ્લાઇટ સર્વિસ પરનો પ્રતિબંધ દૂર કરવા માગીએ છીએ, અઠવાડિયામાં ત્રણ વખત સેવાઓ ફરી શરૂ કરો.
‘પીએમ કેર્સ ફંડમાંથી રાજ્યોને પૈસા વિતરણ કરવામાં આવે’
આ સાથે તેમણે કહ્યું કે, કેન્દ્રએ પીએમ કેરેસ ફંડમાંથી નાણાં રાજ્યોમાં વહેંચવા જોઈએ જેથી તેઓ કોવિડ -19 ની પરિસ્થિતિનો સામનો કરી શકે.