દિગ્ગજ કંઝ્યુમર કંપની ગોદરેજે પોતાના દરેક સાબુ ઉત્પાદનો પરથી ફેર શબ્દ હટાવવાનો નિર્ણય લીધો છે. દુનિયાભારમાં રંગભેદને લઈને ચર્ચાઓ બાદ ભારતની સૌથી મોટી એફએમસીજી કંપની હિંદુસ્તાન યૂનિલિવર, લોરિયલ અને જોનસન એન્ડ જોનસન પહેલાં જ આ નિર્ણય લઈ લીધો હતો.
રંગભેદ વિરુદ્ધ જાગૃતિ આવતા કંપનીનો પ્રોડક્ટ પરથી ફેર શબ્દ હટાવવાનો નિર્ણય
ગોરું હોવું સુંદર હોઈ શકે છે પરંતુ ગોરું જ સુંદર હોય છે તે કહેવું અયોગ્ય છે. પરંતુ દેશની મોટા ભાગની સાબુ અને બ્યૂટી ક્રિમ બનાવતી કંપીનીઓ આ બાબતે જ પોતાની પ્રોડક્ટ વેચી રહી છે. પરંતુ હવે રંગભેદ વિરુદ્ધ જાગૃતિ આવતા આવી કંપનીઓ પોતાના પ્રોડક્ટ પરથી ફેર શબ્દ હટાવવાનો નિર્ણય કરી રહી છે.
ગોદરેજે પણ પોતાના સાબુ ઉત્પાદનો પરથી ફેર શબ્દ હટાવવાનો કર્યો નિર્ણય
આ ક્રમમાં ગોદરેજે પણ પોતાના સાબુ ઉત્પાદનો પરથી ફેર શબ્દ હટાવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા હિંદુસ્તાન યુનિલિવર, લોરિયલ અને જોનસન એન્ડ જોનસને પણ આ નિર્ણય કર્યો હતો.
અમે અમારા બ્યૂટી પ્રોડક્ટ્સનું નામ બદલવા માટે તૈયાર
કંપનીના ચેરપર્સન અને એમડીએ જણાવ્યું હતું કે, અમે અમારા બ્યૂટી પ્રોડક્ટ્સનું નામ બદલવા માટે તૈયાર છીએ. આ અમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ બ્રાંડ છે. મને લાગે છે કે આ અમારા કંઝ્યૂમર માટે યોગ્ય રહેશે. અમે કોઈ પણ પ્રકારના રંગભેદને પ્રોત્સાહન આપવા માંગતા નથી. હાલના સમયે દરેક કંઝ્યૂમર પ્રોડક્ટ કંપની આ પ્રકારનો નિર્ણય લઈ રહી છે.
અશ્વેત જ્યોર્જ ફ્લાયડની હત્યા બાદ રંગભેદ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું
ઉલ્લેખનિય છે કે, થોડાં સમય પહેલાં અમેરીકામાં અશ્વેત જ્યોર્જ ફ્લાયડની હત્યા બાદ રંગભેદ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. રંગભેદ સામે #Blacklivesmatter હેઠળ આ કંપનીઓ પોતાના ઉત્પાદનોના નામ અને પ્રચારને ફેર, વ્હાઈટ જેવા શબ્દોને હટાવવાનું શરૂ કર્યું હતું. એશિયા, આફ્રિકા અને કેરેબિયન દેશોમાં ફેર શબ્દને લઈને વિવાદ થયો હતો.