કોંગ્રેસ સંગઠન મજબૂત કરવા માટે રાહુલ ગાંધી ગુજરાતે પસંદ કર્યું
આણંદ ખાતે આયોજિત કોંગ્રેસના તાલીમ શિબિરના પ્રથમ દિવસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્પષ્ટ કહ્યું કે, ગુજરાતના લોકોને ભાજપના ભ્રષ્ટ અને નિષ્ફળ શાસનથી રાહ જોવી રહી છે અને હવે ભાજપ વિરુદ્ધ અસલ વિકલ્પ તરીકે કોંગ્રેસ આગળ આવી રહી છે.
જિલ્લા પ્રમુખોને મળી ઉંમેદવાર પસંદગીની શક્તિ
રાહુલ ગાંધીએ એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે, 2027ની ચૂંટણીમાં જિલ્લા અને શહેર પ્રમુખો જ ઉમેદવાર નક્કી કરશે. જો કોઈ ઉમેદવારને જિલ્લામાંથી નકારાત્મક અભિપ્રાય મળે, તો તેને ટિકિટ ફાળવવામાં નહીં આવે. સંગઠનની સહમતી વગર કોઈ પણ વ્યક્તિ પોતાના બળ પરથી ચૂંટણી જીતવી હવે શક્ય નહીં બને.
જુના વલણ નહીં, પાર્ટી માટે વફાદારી નાપસંદીના માપદંડ બનશે
તેમણે ઉમેર્યું કે, હવે કોંગ્રેસમાં “પાર્ટીને નુકસાન કરનારાઓ”નું નહિ પરંતુ વફાદાર અને મહેનતુ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે. જો જવાબદારી સોંપાયેલ જિલ્લાપ્રમુખ પોતાનો કર્તવ્ય ઠીક રીતે નહીં નિભાવે, તો તેમને તાત્કાલિક બદલવામાં આવશે.
“ભાજપે 2017માં રમત ન કરી હોત તો અમારી સરકાર બની જાત!”
2017ની ચૂંટણીઓ યાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “મારા નેતૃત્વમાં ફક્ત ચાર મહિના પહેલા હું મેદાનમાં ઉતર્યો હતો અને અમે સત્તાની નજીક પહોંચી ગયા હતા. જો સુરતમાં ભાજપે ખેલ ન રમ્યો હોત તો કોંગ્રેસની સરકાર બની જાત.”
ચૂંટણી જીતવા માટે મતદાર યાદીની ચકાસણી અનિવાર્ય
તેમણે જિલ્લા પ્રમુખોને અનુરોધ કર્યો કે, દરેક મતે પોતાના મતવિસ્તારની મતદારયાદીનું ધ્યાનપૂર્વક પરીક્ષણ કરે. ભાજપ, સરકારી મશીનરીનો ઉપયોગ કરી મતદાર યાદીઓ સાથે ચેડા કરીને જીતે છે …
“ગુજરાત મેં પસંદ કર્યું કેમ કે અહીં જીતવાની આશા છે”
રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું આ પાઈલોટ પ્રોજેક્ટ અન્ય કોઈ રાજ્યમાંથી શરૂ કરી શક્યો હોત, પણ મેં ગુજરાત પસંદ કર્યું કેમ કે અહીં જીતવા માટે વ્યાપક સંભાવનાઓ છે. ગુજરાતમાં હંમેશાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડત રહી છે.”
સંગઠન આધારિત ચૂંટણી લડત કોંગ્રેસ માટે નવો દોર
રાહુલ ગાંધીએ કહ્યું કે 2027ની ચૂંટણીના પ્રયાસો અઢી વર્ષ પહેલા જ શરૂ કરવામાં આવ્યા છે. આમ, સંગઠન આધારિત અને જવાબદારીપૂર્વકના પ્રયાસોથી ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસની સરકાર બનાવવી શક્ય છે.