નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું છે કે, પાર્ટીએ પોતાના લોકો પર નહીં પણ ભાજપ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરવાની જરૂર છે. કપિલ સિબ્બલે આ નિવેદન ઉત્તર પ્રદેશના લખીમપુરીની જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી જીતીન પ્રસાદ વિરુદ્ધ કાર્યવાહીની માંગ પર આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રસાદને ‘સત્તાવાર નિશાન’ બનાવવું દુર્ભાગ્યપૂર્ણ છે.
સિબ્બલે શું કહ્યું?
સિબ્બલે ટ્વિટ કર્યું હતું કે, “દુર્ભાગ્યપૂર્ણ છે કે જિતિન પ્રસાદને ઉત્તર પ્રદેશમાં સત્તાવાર રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.” કોંગ્રેસે પોતાના લોકો પર નહીં, પણ ભાજપ પર સર્જિકલ સ્ટ્રાઈકને નિશાન બનાવવાની જરૂર છે.”
આડકતરી રીતે તેમના ટ્વિટ સાથે સંમત થતાં કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટ્વીટ કર્યું હતું કે, “ભવિષ્ય જ્ઞાની”.
Prescient! https://t.co/jgLhFRK9DX
— Manish Tewari (@ManishTewari) August 27, 2020
અહેવાલો અનુસાર લખીમપુરી ખીરી કોંગ્રેસ સમિતિએ પાંચ ઠરાવો પસાર કર્યા છે, જેમાંથી એક એવી માંગ કરે છે કે જિતીન પ્રસાદ સામે પગલાં લેવામાં આવે.