ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ પાંખવાડીયા ઉજવણી અંતર્ગત વલસાડ મોરાજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે “મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ” અંગે એક સેમિનાર યોજાયો હતો આ દરમ્યાન દીપ પ્રાગટ્ય સમયે જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા જેવોએ આ સમયે પોતાના પગરખાં ઉતાર્યા વગર જ દીપ પ્રાગટ્ય કરતા ઉપસ્થિત આગ્રણીઓ તથા બુદ્ધિજીવી વર્ગ માં આ બાબત ચર્ચા સ્પદ બની હતી અને ઉપસ્થિતો એ તેની સૂચક નોંધ લીધી હતી જોકે, ડીએસપી સાહેબ પોતે પણ બ્રાહ્મણ પરિવાર માંથી આવતા હોવાથી આ બાબત થી અજાણ કેમ રહ્યા તે વાત ચર્ચા નો વિષય બની હતી,
જોકે કાર્યક્રમ દરમ્યાન તેવો ઉતાવળ માં કદાચ આ વાત થી અજાણ રહી નિર્દોષ ભાવે દીપ પ્રાગટ્ય કરી દીધું હશે તેમ માની સૌ એ તેમજ પોતે મહિલાઓ ના રક્ષણ અને હક્કો માટે ના આ કાર્યક્રમમાં હાજર રહી સૌનું મનોબળ વધાર્યું હતું ઉપરાંત આ પ્રસંગ ને સફળ બનાવ જિલ્લા પોલીસ અધિકક્ષક સુનિલ જોશી,કલેકટર સી.આર. ખરસાર,જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ, વલસાડ પાલિકા પ્રમુખ સોનલ બેન સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દર્શના બેન પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ ટીનાબેન હળપતિ, તાલુકા પંચાયત વાપી પ્રમુખ ઉષા બેન હળપતિ, વહીવટી તંત્ર વલસાડ સહિત મોટી સંખ્યામાં શાળા-કોલેજ ની બાળા ઓ ઉપસ્થિત રહયા હતા અને મહિલા અધિકાર, સમાજ માં મહિલા નું મહત્વ નું વગેરે મુદ્દાઓ ઉપર પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા