લોકો દાઢીના સફેદ વાળોને પણ કાળા કરવા માટે બજારમાં મળતી ડાઈનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત તેનો ઉપયોગ નુકશાનકારક પણ હોઈ શકે છે.
દાઢી-મુછ કાળી કરવી મોંઘી પડી
આવા જ કંઈક 21 વર્ષના Marno Bothaની સાથે થયું છે. તેણે પોતાની દાઢી-મુછ કાળી કરવી મોંઘી પડી છે. એક રિપોર્ટ અનુસાર, 21 વર્ષીય Marno Bothaની દાઢી-મુછ થોડી સફેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે પોતાની ગર્લફ્રેન્ડ Caitlynn Van Heckeની જીદ પર તેને કાળી કરવાનો નિર્ણય કર્યો.
ચહેરા પર કેમિકલ બર્ન થઈ ગયું
દાઢી-મુઢોને કાળી કરવા માટે Marno Bothaએ ડાઈ લગાવી, પરંતુ તેણે ડાઈને લાંબા સમય સુધી ચહેરા પર લગાવી રાખી. તેના કારણે ચહેરા પર કેમિકલ બર્ન થઈ ગયું અને તેના ચહેરા પર એલર્જી થઈ ગઈ. કેમિકલના કારણે તેની ડાઢી, ગળુ અને ઉપરનો હોઠ લાલ થઈને સુજી ગયો. ત્યાર બાદ તેણે ડોક્ટરને બતાવવું પડ્યું.
સાજા થવામાં લાગ્યો એક મહિનાનો સમય
દક્ષિણ આફ્રીકામાં રહેતા Marno Botha એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ઘટના મેની છે. તેણે બપોરે દાઢીમાં ડાઈ કરી અને તે સવારે 3 વાગ્યે જાગ્યો. ચહેરા પર ખુબ ખંજવાળ આવી રહી હતી તો તેણે શેવ કરવાનો નિર્ણય કર્યો તેણે જણાવ્યું કે ત્યાર બાદ તેનો આખો ચહેરો ખરાબ થઈ ગયો. તેણે જણાવ્યું કે તેને સરખો થવામાં આખો એક મહિને થઈ ગયો.