શહેરી કેન્દ્રોમાંથી કોવિડ-૧૯ના કેસો શહેરની વસ્તીના પ્રમાણમાં ખુબ વધારે તો છે જ પરંતુ હવે તો ગ્રામીણ ભારતમાં પએ કોરોનાએ ચિંતા વધારી છે.આંકડાઓ બતાવે છે કે ઓગસ્ટમાં આવેલા તમામ કેસો પૈકી લગભગ અર્ધા ભાગના કેસ ૫૮૪ જિલ્લાઓમાંથી આવ્યા હતા જેને ગ્રામીણ અથવાતો સંપુર્ણ ગ્રામીણ કહી શકાય છે.
નિષ્ણાંતોએ બહુ પહેલા જ ચેતવણી આપી હતી કે ગામડાઓમાં સારવારની સુવિધાઓના અભાવના કારણે ત્યાંની સ્થિતિ અત્યંત ભયાનક બની શકે છે. ત્યાં ટેસ્ટથી લઇ સારવાર સુધીની સુવિધાઓનો અભાવ હોય છે.’સરવાર,સાધનો, ડોકટરો અને કોવિડ-૧૯ના દર્દીઓના આરોગ્ય પર નજર રાખનાર સારી ગુણવત્તાના ચેસ્ટ એક્સ રે મશીનોનો અભાવ હોય છે’એમ દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના મેડિકલ ડાયરેકટર ડો.સુરેશ કુમારે કહ્યું હતું. કોરોનાના મોટા ભાગના કેસ ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી આવશે.
આરોગ્ય મંત્રાલયમાં પણ કોરોનાના કેસમાં વધારો ચિંતાનું કારણ
જ્યાં આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણની ઓફિસો આવેલી છે તે નિર્માણ ભવનમાં કોરોનાના વધેલા કેસોના કારણે ચિંતામાં વધારો થયો હતો. ૧૪ ઓગસ્ટે સંયુક્ત સચિવ લવ અગ્રવાલ કોરોના પોઝિટિવ જણાયા પછીથી ત્યાં પણ ભયનું વાતાવરણ દેખાય છે. ભારતમાં કોરોના અંગેની જાણકારી આપવાની તમામ જવાબદારી તેમના શીરે હતી. તેઓ જ પોઝિટિવ થતા આઇસોલેશનમાં ગયા હતા.સોમવારે તેઓ ફરજ પર પાછા ફર્યા હતા.સૂત્રો અનુસાર જેઓ સંક્રમિત થયા હતા તેમાં આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ અને અન્ય કેટલાક અધિકારીઓનો સમાવેશ થતો હતો. જે કર્મચારીઓની તબીયત સારી ન હતી તેમને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. આગમી સપ્તાહમાં આખી ઇમારતને સેનેટાઇઝ કરવાનું મંત્રાલયે વિચાર્યું હતું.