મોરિશિયસના સમુદ્રી તટ પર વધુ સાત ડોલ્ફિન માછલી મરેલી જોવા મળી છે. એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે, આ ઘટનાના આગલા દિવસે 17 ડોલ્ફિનના શબ મળ્યા હતા. હકીકતમાં જોઈએ તો, મોરિશિયસના કોરલ રીફથી ટકરાઈને એક જાપાની જહાજમાંથી તેલ વહી રહ્યુ છે. જેના કારણે સમુદ્રીય જીવો જંતુઓ મરી રહ્યા છે.
25 જૂલાઈના રોજ એમવી વાકાશિકો શિલા સાથે અથડાયુ હતું
મોરિશિયસના કોરલ રીફમાં 25 જૂલાઈના રોજ જાપાની એમવી વાકાશિકો નામના માલવાહક જહાજ આવીને એક શિલા સાથે અથડાયુ હતું. જ્યાં તે લગભગ 20 દિવસ સુધી પડ્યુ રહ્યુ અને આખરે બે ભાગમાં ફાટી ગયું. આ જહાજમાંથી તેલ લિકેજ થતાં મોટી માત્રામાં તેલ વહી રહ્યુ છે. જેના કારણે જંતુઓને નુકસાન થઈ રહ્યુ છે. જો કે, સોમવારના રોજ આ જહાજને બહાર કાઢવામાં આવ્યુ છે.
તેલ લિકેજના કારણે દાયકાઓ સુધી થશે આ દેશને નુકસાન
વાકાશિકોમાંથી તેલ લિકેજ થતાં હજૂ તેના વિશે જાણકારી આવવાની બાકી છે. જો કે, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, આ પરિસ્થિતીથી કટોકટી આવી શકે છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, તેના મોરિશિયસ અને તેના પર્યટન આધારિત અર્થવ્યવસ્થા પર દાયકાઓ સુધી નુકસાન થતું રહેશે.