તમામ ડેરી પ્રોડક્ટ્સમા ચીઝ એક એવી વસ્તુ છે, જે સૌ કોઈને પસંદ આવે છે. બાળકોથી લઈને મોટેરા સૌ કોઈને તે પસંદ પડે છે. જો કે, આ ચીઝના કારણે એક દુકાનદારને મોટી મુશ્કેલી આવી પડી છે.
ચીઝના સેવનથી મોત
10 ગ્રાહકોના મોત બાદ સ્વિટ્ઝરલેન્ડમાં એક ચીઝમેકર પર તપાસ ટીમ ગોઠવવામાં આવી છે. હકીકતમાં આ તમમા ગ્રાહકોએ ચીઝમેકરની ડેરી પ્રોડક્ટ્સનું સેવન કર્યા બાદ બિમાર પડ્યા હતા. તેમના પર આરોપ છે કે, તેમની વસ્તુમાં લિસ્ટીરિયા નામાના બેક્ટેરિયાથી સંક્રમિત હતી. યુરોપિયન દેશો, ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડમાં ચીઝ સૌથી લોકપ્રિય પ્રોડક્ટ છે. જોકે, કોઈએ ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યુ હોય કે, ચીઝનું સેવન કરવાથી પણ મોત થઈ શકે છે. તેહ નામના આ ચીઝ મેકરને આ જઘન્ય માનવ હત્યા મામલે જેલની હવા પણ ખાવાનો વારો આવી શકે છે.
વર્ષોથી ચાલી રહ્યો છે આ ખેલ
સ્વિટ્ઝરલેન્ડના એક અધિકારીએ જણાવ્યુ હતું કે, કેન્દ્રીય સ્વિસ કેંન્ટીનમાં એક ચીઝ બનાવનારના કારણે વિતેલા થોડાક વર્ષોમાં 34 લોકોના મોત થયા છે. જેના કારણે આ ચીઝ મેકર પર જઘન્ય માનવ હત્યાનો કેસ ચાલ્યો અને સ્વિસ ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન પર તેના પર કાર્યવાહી કરવામાં આવી. જોકે, વકીલ હજૂ પણ વિચારી રહ્યા છે આ મોત પાછળ શું તેને જવાબદાર ઠેરવી શકાય ખરા. હકીકતમાં જોઈએ તો, લિસ્ટીરિયા અને સામાન્ય બેક્ટેરિયા છે, જે ખાસ કરીને લોકોને નુકસાન પહોંચાડતા નથી.