પ્રિયંકા અને નિકના સ્ટારડમ અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલને તો તમે જોઈ જ હશે. આ બંનેની જીવનશૈલી પણ અતિ આલિશાન છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચ પદ પર બિરાજે છે. જ્યાં પ્રિયંકા ફિલ્મોમાં કરોડોની કમાણી કરી છે. તો નિકની કમાણી પણ કંઈ કમ નથી. નિક પ્રિયંકાથી નાનો હોઈ શકે છે. પણ પ્રિયંકાની સંપત્તિથી ઘણો આગળ છે. નિકની કમાણી વાર્ષિક 180 કરોડ રૂપિયા છે. જો પ્રિયંકાની વાત કરીએ તો, તે વર્ષે 64 કરોડ રૂપિયા કમાય છે.
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન જોધપુરના ઉમેદ ભવનમાં શાહી સમારોહમાં થયા હતા. લગ્નના એક વર્ષ પછી, એ વાતનો ખુલાસો થયો કે ઉમૈદ ભવનને પ્રિયંકા અને નિકના લગ્નમાં કેટલો ફાયદો થયો. નિક-પ્રિયંકાના લગ્નને કારણે, ઉમૈદ ભવનને માત્ર ચાર દિવસમાં એટલી બધી કમાણી થઈ, જે તેઓએ આખા વર્ષ દરમિયાન પણ ન કરી હોય.
નિક-પ્રિયંકાના લગ્ન માટે આખો મહેલ ચાર દિવસ માટે બુક કરાયો હતો. આ ચાર દિવસ દરમિયાન, મહેલમાં બહારના લોકોને મંજૂરી ન હતી. ગત વર્ષે 1 અને 2 ડિસેમ્બરે પ્રિયંકા ચોપડા અને નિક જોન્સના લગ્ન થયા હતા.આ ચાર દિવસની કિંમત 30 કરોડથી વધુ હતી. આ બિલ્ડિંગના માલિકે કહ્યું કે આ લગ્નએ અમને એટલા પૈસા આપ્યા છે કે આપણે આવતા ત્રણ મહિના આરામથી કામ કરી શકીએ.