પાંચ વર્ષના બાળકની સમજદારીના કારણે તેની માતાનો જીવ બચી ગયો. મામલો ઈંગ્લેન્ડના ટેલફોર્ડનો છે. હકીકતે આ બાળકની માતા બેભાન થઈને પડી ગઈ હતી. જો સાચા સમય પર તેને હોસ્પિટલ ન લઈ જવામાં આવી હોત તો તેની મોત પણ થઈ શકતી હતી. અથવા તે કોમામાં જઈ શકે છે. પરંતુ બાળકે જે કર્યું તેના કારણે તેમની માતાનો જીવ બચી ગયો.
પોતાના રમકડાથી જ ડાયલ કર્યો નંબર
થયું એ કે જોશ ચેપમેન પોતાના ભાઈની સાથે રમી રહ્યો હતો. તે સમયે તેણે જોયું કે તેની માતા જમીન પર પડી ગઈ છે. જોશે વગર કંઈ જોયો પોતાનું ટોપ એમ્બ્યુલન્સમાં લગાવેલા 112 ઈમરજન્સી નંબરને ડાયલ કરી દીધો. તેમણે તરત પોલીસને આ વાતની સુચના આપી.
જતો રહ્યો હોત માતાનો જીવ
પોલિસ સુપરિટેન્ડેટે જણાવ્યું કે જો થોડી વાર થઈ ગઈ હોત તો જોશની માતાનો જીવ પણ જતો રહ્યો હોત. અહીં સુધી કે પોલીસકર્મીઓએ તેને શાબાશી પણ આપી. પોલિસ તેની માને ડોક્ટરની પાસે લઈને પહોંચી. ત્યાં જઈને ખબર પડી કે તે ડાયબિટિક કોમામાં છે. તેનું શુગર ખૂબ નીચે જતુ રહ્યું હતું.