પુડ્ડુચેરીના સ્વાસ્થ મંત્રી મલ્લાદી કૃષ્ણ રાવ હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. કોવિડ હોસ્પિટલની મુલાકાતે ગયેલા મંત્રી ગંદકી જોઈને પોતાને રોકી ન શક્યા અને તેમણે પોતે જ બ્રશ ઉઠાવીને શૌચાલયની સફાઈ શરૂ કરી દીધી. સ્વાસ્થ્ય મંત્રી દ્વારા શૌચાલયની સફાઈ કરવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેની લોકો ખૂબ તારીફ કરી રહ્યા છે.
ઈંદિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજના કોવિડ વોર્ડની મુલાકાત લીધી
હકીકતે મંત્રીએ શનિવારે ઈંદિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજના કોવિડ વોર્ડની મુલાકાત લીધી. ત્યાં તેમને શૌચાલય ગંદુ હોવાની ફરીયાદ મળી. તે તરત બ્રશ અને સફાઈની સામગ્રી લઈને શૌચાલયની અંદર ગયા અને પોતે જ સફાઈ શરૂ કરી દીધી. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીચે સ્વાસ્થ્ય મંત્રી પીપીઈ કિટ પહેરીને પોતાની જાતે જ શૌચાલયની સફાઈ કરી રહ્યા હતા. આ સમયે ઘટના સ્થળ પર તેમની સાથે અમુક ડોક્ટર અને અધિકારીઓ પણ હાજર હતા.
ત્રણ વખત શૌચાલયોની સફાઈ કરવામાં આવે છે
રાવે કહ્યું કે એક દિવસમાં ત્રણ વખત શૌચાલયોની સફાઈ કરવામાં આવે છે, પરંતુ 75 દર્દી એક વોર્ડમાં એક જ શૌચાલયનો ઉપયોગ કરે છે. માટે તેનુ સાફ રહેવું મુશ્કેલ થઈ જાય છે. સફાઈકર્મીઓની અછતના કારણે તેમણે યુવા રોગિઓને સલાહ આપી છે કે તે શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સફાઈ બનાવી રાખે. તેમણે જણાવ્યું કે જો આપણે ઈચ્છીએ તો સ્વચ્છતા બની રહે છે.