૨૦૨૦ સુધીમાં ૫૦ કરોડ હેન્ડસેટનું નિર્માણ અને ૧૨ કરોડ નિકાસનું લક્ષ્યાંક
નવી દિલ્હી, તા.૧૦ : સ્માર્ટફોનની ૪૩ ટકા હિસ્સા સાથે વર્ષ ૨૦૧૬માં ભારતીય બજારમાં ૩૫ કરોડ મોબાઈલ વેચાયા હતા. તેમ એસોચેમ અને કેપીએમજીના અભ્યાસમાં જણાવાયું છે. જે મુજબ વર્ષ ૨૦૧૫માં મોબાઈલ માર્કેટ ૧,૧૧,૦૦૦ કરોડનું હતું. જે વધીને ૨૦૧૬માં ૧,૩૫ ,૦૦૦ કરોડે પહોંચ્યું છે.આ અભ્યાસમાં એમ કહેવાયું હતું કે, ભારતીય હેન્ડસેટ નિકાસ ૨૦૦૮થી ૨૦૧૨ સુધી અવધિને ૧૨૦૦૦ કરોડ સુધી પહોંચી હતી. પરંતુ ત્યારબાદના બે વર્ષોમાં ૩૦ ટકા ઘટી હતી. ભારતમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં ૫૦ કરોડ હેન્ડસેટનું નિર્માણ અને ૧૨ કરોડ નિકાસનું લક્ષ્યાંક રાખ્યું છે.