લગ્ન એક યુવતીના જીવનમાં સૌથી ખૂબસુરત અહેસાસ છે, જેની તે આતુરતાથી રાહ જોતી હોય છે. પરંતુ જ્યારે તેના જીવનની આ સૌથી ખાસ ક્ષણ નજીક આવે છે ત્યારે તેના મનમાં વિચિત્ર પ્રકારની બેચેની હોય છે. જો કે આ દરમિયાન પણ થનાર દુલ્હન પોતેને ખુશ રાખવાની કોઇ તક જતી નથી કરતી . પરંતુ પાડોશમાં રહેતી આંટીથી લઇને લઇને સંબંધીઓ સુધીના સવાલ ટેન્શનને દૂર કરવાના બદલે વધારવાનુમ કામ કરે છે.
જી હા, જ્યાં તમામ તૈયારીઓ વચ્ચે ઘરમાં ચાલી રહેલી ઉતલ-પાથલને લઇને યુવતી પરેશાન રહે છે, ત્યાં તે દરમિયાન તેને એવા સવાલ કરવામાં આવે છે જેનો ના તો જવાબ હોય છે અને ના તો તેના પર રિએક્શન આપી શકાય. તેવામાં આજે અમે તમને જણાવી રહ્યાં છીએ એવા પાંચ સવાલ જે ક્યારેય બ્રાઇડ ટુ બીને ના પૂછવા જોઇએ…
લગ્ન માટે તૈયાર છે ને?
સૌપ્રથમ તમે કલ્પના કરો કે તમે એક થનાર દુલ્હન છો, જેના લગ્નની તારીખ ખૂબ જ ઝડપથી નજીક આવી રહી છે. આ દરમિયાન તમારા તણાવનું સ્તર કેટલુ હશે. તેવામાં જો તમને કોઇ પૂછે કે તુ લગ્ન માટે તૈયાર છે ને? તો તે વાત પર તમે શું કહેશો. લગ્નના કેટલાક દિવસો પહેલા સંબંધીઓ યુવતીને આવા સવાલ કરવાથી નથી ચૂકતા. જો કે આપણે તે કેમ ભૂલી જઇએ છીએ કે યુવતી આમ પણ તમામ પ્રકારની શંકાઓ વચ્ચે ઘેરાયેલી રહે છે. તેવામાં તમારા આ સવાલ તેની મુશ્કેલી વધારી દે છે.
રસોઇ કરતા આવડે છે?
આ સવાલ આમ તો મોટાભાગની થનારી દુલ્હનને પૂછવામાં આવે છે, ભલે તેને રસોઇ બનાવતા આવડતી હોય કે નહીં. ત્યાં સુધી કે ઘણીવાર તેની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવા માટે ઘરના સભ્યો તેની પાસે રસોઇ કરાવે છે. તેવામાં તમે તે દુલ્હન વિશે વિચારો જેને રસોઇ બનાવતા ન આવડતી હોય, આ દરમિયાન તે કહી નહી શકે અને ના પણ નહી પાડી શકે.
વજન પણ બની જાય છે મુશ્કેલીનું કારણ
જો થનાર દુલ્હન થોડી ઓવરવેટ હોય તો ઘરના સભ્યો જ તેના વજનને લઇને મજાક બનાવે છે. જેના કારણે તે મનમાં જ પરેશાન થવા લાગે છે. આ ઉપરાંત કેટલાંક સંબંધીઓ તે તે પણ પૂછવાથી ખચકાતા નથી કે, લગ્નના જોડામાં તુ ફિટ તો થઇ જઇશ ને?
કોઇ વાતની ચિંતા ના કરો
લગ્નના એક મહિના પહેલાનો તે સમય હોય છે જ્યારે યુવતીના મનમાં દિવસ-રાત પોતાના ઘરને છોડીવાની પીડા હોય છે. તેવામાં કોઇ સંબંધી તેને તે વ્યક્ત કરે છે કે, તુ કોઇ વાતની ચિંતા ના કર. તો વિચારો કે તેની મેન્ટલ હેલ્થ પર તેની શું અસર થશે.
ઘર સંભાળી લઇશ ને?
કોઇપણ થનાર દુલ્હન માટે તે સૌથી મુશ્કેલ સવાલોમાંથી એક છે. જેનો જવાબ તેણે હામાં જ આપવાનો હોય છે. પરંતુ આ સૌકોઇ માટે વિચારવાની વાત છે કે લગ્નની તરત જ બાદ તેને ઘર સંભાળવા માટે શા માટે કહેવામાં આવે છે.