એક ઘેટાની કિંમત તમે કેટલી લગાવી શકો છો, આપ વધુમાં વધુ લાખ બે લાખ કરી શકો. પણ અહીં તો કરોડોમાં વાત પહોંચી ગઈ છે. સ્કોટલેન્ડમાં ટેક્સલ પ્રજાતિનું આ ઘેટૂ 3.5 કરોડ રૂપિયામાં વેચાયુ છે. જે દુનિયાનું સૌથી મોંઘૂ ઘેટૂ સાબિત થયુ છે.
હરાજી થઈ આ ઘેટાની
આપને જણાવી દઈએ કે, લનામાર્કમાં સ્કોટિશ નેશનલ ટેક્સલ સેલમાં ગુરૂવારના રોજ આ ઘેટાને વેચવામાં આવ્યુ હતું.હરાજીમાં શરૂઆત 10,500 ડૉલરથી થઈ હતી. ધીમે ધીમે તેની કિમત વધતી ગઈ. બાદમાં તેની કિમત 490,651 ડૉલર સુધી પહોંચી હતી, જે ભારતીય ચલણમાં તેની કિમત 3.5 કરોડ રૂપિયા થાય છે. આ ઘેટૂ ડબલ ડાયમંડના નામે ઓળખાય છે.
ત્રણ લોકોએ એક સાથે મળીને ખરીદ્યુ આ ઘેટૂ
આખરે ત્રણ લોકોએ એક સાથે મળીને તેને ખરીદ્યુ છે. દુનિયામાં અત્યાર સુધીમાં વેચાયેલા સૌથી મોંઘા ઘેટામાં તેનો સમાવેશ થાય છે.
એકદમ ખાસ પ્રજાતિની નસ્લ છે આ ઘેટૂ
ટેક્સલ્સ એક દુર્લભ પ્રજાતિ છે. જેની માગ સૌથી વધારે છે. જે નેધરલેન્ડના તટથી ટેક્સેલના નાના ટાપુ પર તે જન્મે છે. આમ જોવા જઈએ તો, તેની કિમત સામાન્ય જ હોય છે, પણ આ વખતે વધુ કિંમત અંકાઈ છે.