કોરોના વાયરસે આખી દુનિયામાં તહેલકો મચાવ્યો છે. દરરોજે લાખો લોકો તેની ઝપેટમાં આવે છે. આવામાં ઈમ્યુનિટીનું ધ્યાન રાખવું ખુબ જરૂરી થઈ ગયું છે. લોકો દવાઓ અને મઘી ડાયટ પર ભરોસો રાખી રહ્યા છે. જ્યારે તેના વધવાના રસ્તા અને નેચરલ ઉપાય પણ છે. હેલ્થ એક્સપર્ટ દાવો કરે છે કે ગિલોયના પત્તાઓને પાણીમાં ઉકાળીને પીવાથી ઈમ્યુનિટી વધારી શકાય છે. અમુક લોકો તો તેના પત્તાઓને બીજા ફળોની સાથે જ્યુસમાં મિક્ષ કરીને પીવે છે.
ગિલોયના પત્તાની ખાસિયત
ગિલોયના પત્તા પાનના પત્તાની જેવા જ દેખાય છે. તેના પત્તામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફોરસ પર્યાપ્ત માત્રામાં મળવવામાં આવે છે. આ ઉપરાંત તેની ડાળખીઓમાં સ્ટાર્ચ પણ મેળવવામાં આવે છે. આ એક બેસ્ટ પાવર ડ્રિન્ક છે, જે ઈમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવાની સાથે સાથે ઘણી ખતરનાક બિમારીઓ સામે પણ રક્ષણ આપે છે.
ચા, ઉકાળો અને જ્યૂસનો કરો ઉપયોગ
મેટાબોલિઝ્મ સિસ્ટમ, તાવ, ખાંસી, શરદી અને ગેસ્ટ્રોઈન્ટસટાઈનલ સમસ્યાઓ ઉપરાંત પણ આ ઘણી મોટી બિમારીઓ સામે તમારી રક્ષા કરી શકે છે. તમે ઉકળતા પાણી અથવા જ્યુસ ઉપરાંત ઉકાળો, ચા અથવા કોફીમાં તેનો ઉપયોગ કરી શકો છો.
મોટી બિમારીઓમાંથી આપે છે રાહત
- એનીમિયા (anemia) દૂર કરવામાં ફાયદા કારક છે. તેને ઘી અને મધની સાથે મિક્ષ કરીને ખાવાથી લોહીની કમી દૂર થાય છે.
- કમળાના દર્દીઓ માટે પણ ગિલોયના પત્તાને ફાયદાકારક માનવામાં આવે છે. અમુક લોકો તેને ચૂરણના રૂપમાં લે છે તો અમુક લોકો તેના પત્તાને ઉકાળીને પણ પીવે છે. જો તમે ઈચ્છો તો ગિલોયના પત્તાઓને પીસીને મધની સાથે મિક્ષ કરીને પણ લઈ શકો છો.
- હાથ પગમાં બળતરા અથવા સ્કિન એલર્જીથી પરેશાન લોકો પણ તેને ડાયટમાં શામેલ કરી શકે છે. આવા લોકો માટે ગિલોય ખૂબ ફાયદાકારક છે. ગિલોયના પત્તાને પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો અને તેને સવાર- સાંજ પગ અને હથેળીઓ પર લગાવો.
- પેટ સાથે જોડાયેલી ઘણી બિમારીઓમાં ગિલોયનો ઉપયોગ કરવો ફાયદા કારક છે. તેનાથી કબજીયાત અને ગેસ જેવી પ્રોબ્લેમ નહીં થાય અને પાચન ક્રિયા પણ તંદુરસ્ત રહે છે.
- ગિલોયનો ઉપયોગ તાવ અને શરદી દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. જો વધારે દિવસોથી તાવ આવતો હોય અને તાપમાન ઓછુ ન થતુ હોય તે ગિલોયના પત્તાનો ઉકાળો ફાઇડાકારક રહેશે.