સ્વાસ્થ જળવાય તે હેતુ એ ગરીબ મહિલાના ઘરે ઘરે ગ્યાસ ચૂલા ની સગવડતા પુરી પડાઈ
પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અને પારડી શહેર સ્મોક ફ્રી બને જે અંતર્ગત શુક્રવારના પારડી ધીરુભાઈ નાયક હોલ ખાતે પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ના અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપપ્રગટાવી ત્યારબાદ મહાનુભાવો એ ઉજ્જ્વલા યોજના અને પારડી નગરને ધુમાડા મુક્ત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેથી ગરીબ મહિલાઓના ઘરે ઘરે ગ્યાસ ચૂલા ની સગવડતા પુરી પડાઈ અને મહિલા ના સ્વાસ્થ જળવાય રહે જે હેતુ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યોજના બહાર પાડી હતી અને પારડીમાં ઉજ્જ્વલા યોજના ના 35 લાભાર્થીઓએ લાભ લીધો હતો હોવાનું પુરવઠા અધિકારી ડામોરે જણાવ્યું હતું ઉપસ્થિત રહેલા મહાનુભાવો કનુભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી વાય,બી. ઝાલા, બિહારથી આવેલા ભાજપના અગ્રણી ચન્દ્રદેવભાઈ પાલિકા પ્રમુખ રતનબેન પટેલ , રાજન ભટ્ટ, દેવન શાહ, નિલેશ ભંડારી, અરવિંદ સંઘાડીયા, પાલિકા સીઓ જે,જી,ગામીત, મામલતદાર પારડીના તેમજ પારડી તાલુકા ભાજપના પ્રમુખ મહેશભાઈ દેસાઈ વગેરેના હસ્તે ગેસ ચૂલા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મામલતદાર કચેરીના, પાલિકાના સભ્ય , સ્ટાફ , વગેરે હાજર રહ્યા હતા.