ગુજરાત રાજ્ય માં એક તરફ કોરોના વાયરસ નો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જ જાય છે ત્યારે ઇલેક્શન નજીક આવવા ને લઈ ને ભાજપ અને કોંગ્રેસ અનેક શહેરો માં રેલીઓ અને મિટિંગઓના આયોજનો કરી રહી છે જેમાં માસ્ક નહીં પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો નું પાલન નહીં કરવું જેવા અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. એક તરફ સરકાર ખુદ જ નિયમો બનાવી રહી છે કે માસ્ક ન પહેરનાર પાસેથી 1000 રૂપિયા નો દંડ લેવો પરંતુ સરકાર દ્વારા ભાજપ અને કોંગ્રેસ ના કયા નેતા કે કાર્યકરો પાસેથી દંડ ની વસુલાત કરી. દંડ ફક્ત ને ફક્ત સામાન્ય જનતા પાસેથી જ કેમ ઉઘરાવવા માં આવે છે.
એક તરફ ભાજપ ના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અનેક જિલ્લાઓ માં જઈ ને રેલીઓ અને સભાઓ યોજી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપ ના કાર્યકરો ને કોંગ્રેસ માં જોડવાના કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ ના નેતાઓ કેમ સરકાર ની ગાઈડલાઈન નું પાલન નથી કરી રહી તે એક પ્રશ્ન ઉદ્દભવ્યો છે.
આજે ભાજપ ના પ્રદેશ પ્રમુખ દ્વારા અંબાજી મંદિર થી પ્રવાસ ની શરૂઆત કરી હતી જેમાં રેલી માં મોટી સંખ્યામાં અનેક લોકો જોડાયા હતા તો એક તરફ સરકાર દ્વારા અનલોક 4 ની ગાઈડલાઈન માં જણાવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષ ને રેલી કરવી હોય તો 100 લોકો જોડાઈ શકશે પરંતુ અંબાજી ખાતે થી નીકળેલ રેલીના દ્રશ્યો જ કંઈક અલગ દેખાઈ રહ્યા છે.તો બીજી તરફ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ રાજકોટ ખાતે ના કાર્યક્રમ માં માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ નું ભાન ભૂલ્યા હતા.
તો હવે એ જોવાનું જ રહ્યું કે સરકાર દ્વારા ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓ કે કાર્યકરો પાસેથી દંડ ઉઘરાવશે કે પછી ફક્ત જનતા પાસેથી જ દંડ વસુલવાનું કામ કરશે.