મંત્રીના ધ્વજવંદન કાર્યક્રમના ૫૦ ફૂટના અંતરે ગંદકી જ ગંદકી
જિલ્લાનો ધ્વજવંદન કાર્યક્રમનું સ્થળ પારડીમાં નક્કી કરાતા ભરાયેલ પાણી દૂર કરવાં પાલિકાના નાકે દમ આવી ગયો
આ વખતે ૧૫ ઓગસ્ટનાજિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પારડી કુમારશાળાના પટાગણમાં મંત્રીના હસ્તે પારડી ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ ધ્વજવંદન અહીં ૫૦ ફૂટના અંતરે ગંદકી જ ગંદકી દેખાઈ રહી છે જોકે પારડી તાલુકા પંચાયત ના નેજા હેઠળ આ મેદાન ની દેખરેખમાં સરકારી તંત્ર ની પોલ ખોલી રહી છે. જેને લઇ પારડી પાલિકાના નાકે દમ આવી ગયો છે
પારડી કુમાર કન્યા શાળામાં ભારે વરસાદના કારણે પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા મેદાનમાં ભરાયેલ પાણીનો નિકાલ મસ મોટા બિલ્ડીંગો બંધાઈ રહ્યા હોવાથી પાણીને જવાનો રસ્તો ન રહેતા પાણીનો અહીં સંગ્રહ થયો હતો જયારે પારડી તાલુકા પંચાયત ના નેજા હેઠળ આ મેદાન ની દેખરેખમાં સરકારી તંત્ર ની પોલ ખોલી રહી હતી જયારે હવે અહીં ૧૫ ઓગસ્ટનાજિલ્લાનો ધ્વજવંદન કાર્યક્રમ પારડી કુમારશાળાના પટાગણમાં વાહન વહેવાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા હસ્તે પારડી ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અહીં ભરાયેલ પાણી ને દૂર કરવા તંત્રએ મોટર મૂકી પાણી ઉકેલવાની ફરજ પડી છે અગાઉ મીડિયા ના અહેવાલને સરકારી બાબુઓએ આ સમસ્યાને ધ્યાને ન દોરી હતી, જયારે રાજ્યના વાહન વહેવાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા ૧૫ ઓગસ્ટનાજિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પારડી કુમારશાળાના મેદાને કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરકારી તંત્ર રાત-દિવસ કામે લાગી ગયું છે આજે પણ ગંદકી યથાવત છે જેને કારણે તંત્ર એ ૫૦ ફૂટ જગ્યા છોડી ધ્વજવંદન ની તૈયારી હાથ ધરી છે