સિવિલ એન્જીનિયરીંગમાં સ્નાતક થયા પછી માંડ 20 ટકા યુવાનોને રોજગારી મળે છે. વર્ષ 2015માં 11 હજાર સિવિલ એન્જીનિયર ગુજરાતમાં તૈયાર થયા હતા. 2020માં 71 હજાર સિવિલ એન્જીનીયરીંગની બેઠકો છે. જેમાં 80 ટકા ખાનગી કોલેજ કે યુનિવર્સિટાના છે. જે ઘટી રહી છે. હાલ 3 લાખ સિવિલ એન્જીનિયર ગુજરાતમાં બેકાર છે. હવે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ખાનગી શિક્ષણના વેપારીઓ આવી રહ્યાં છે. ગુજરાતના કૃષિ પ્રધાન આર સી ફળદુ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાં સાથે મળીને ખાનગી કૃષિ યુનિવર્સિટીઓના ઉદ્યોગપતિઓને માન્યતા આપવા પ્રયાસ કરી રહ્યાં છે. ભાજપાની રૂપાણી સરકાર તમાશો જોઈ રહી છે. વડોદરાની પારુલ યુનિવર્સિટી એગ્રિકલ્ચર માટે વર્ષની રૂ.60 હજાર ફી લઈને લોકોને લૂંટી રહી છે. ગુજરાત ભાજપના નેતાઓ પારૂલ યુનિવર્સિટના કહ્યાગરા બની ગયા છે. તેઓ પારૂર યુનિવર્સિટી સામે આંખઆડા કાન કરી રહ્યા છે. તેઓ શા માટે આમ કરી રહ્યાં છે તે બધા જાણે છે.
2500 બેઠક વધીને 30 હજાર થઈ જશે, 1500 કરોડની લૂંટ
ગુજરાતમાં હાલ તમામ એગ્રીના અભ્યાસ માટે 2500 જેટલી બેઠક છે. જો ખાનગી યુનિવર્સિટીઓને તેની મંજૂરી આપવામાં આવશે તો તે વધીને 30 હજાર સીટ થઈ જશે. જેનો એક વિદ્યાર્થી દીઠ ભણવાનો ખર્ચ 5 લાખ આવશે. આમ 4 વર્ષના રૂ.1500 કરોડનો વેપાર ખાનગી કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાશે. લોકોની લૂંટ કરી લીધા પછી તેમાંથી માંડ 100 લોકોને જ નોકરી મળી શકે તેમ છે.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનો પત્ર
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં B.Sc (એગ્રીકલ્ચર)ના અભ્યાસક્રમ માટે ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી ન આપવા બાબતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને 2 સપ્ટેમ્બર 2020એ પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે લખ્યું છે કે, ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવા બાબતે મંજૂરી આપવામાં આવે છે તે બંધ કરવામાં આવે. તો બંધ નહીં થાય તો સરકાર હસ્તકની જે પણ કૃષિ યુનિવર્સિટીઓ છે તેનું કોઈ વજુદ રહેશે નહીં. શિક્ષણની ગુણવત્તા પણ સચવાશે નહીં. તો બીજી તરફ કૃષિ સ્નાતકોમાં પણ બેરોજગારીનું પ્રમાણ અતિશય વધશે.
મંજૂરી આપી છે તે યોગ્ય નથી
હાર્દિક પટેલે લખ્યું કે, B.Sc(એગ્રીકલ્ચર)નો અભ્યાસક્રમ રાજ્ય સરકાર હસ્તકની 4 કૃષિ યુનિવર્સિટીઓમાં જ ચાલે છે, જેનાથી વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ મળી રહે છે. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સંસ્કાર વિભાગ દ્વારા ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે, જે યોગ્ય નથી.
નિયમો વિરૃદ્ધ મંજૂરી
આ બાબતે રાજ્યના શિક્ષણ વિભાગના નાયબ સચિવ દ્વારા 6-9-2018ના રોજ પત્ર પણ લખવામાં આવ્યો છે. આ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટની સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નંબર 15065/2018 સહિત વિવિધ પીટીશનોમાં પણ સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને કૃષિ યુનિવર્સિટીની મંજૂરી વિના ચાલી શકે નહીં. ICARના ધારા ધોરણોનું પાલન કર્યા સિવાય કોઈ પણ ખાનગી યુનિવર્સિટીને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં.
બેકારી વધશે
જો ખાનગી યુનિવર્સિટીને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવા આડેધડ મંજૂરી આપવામાં આવે છે. શિક્ષણની ગુણવત્તા સચવાશે નહીં. સાથે-સાથે એન્જિનિયરીંગ કોલેજોની જેમ કૃષિ સ્નાતકોમાં પણ બેકારીનું પ્રમાણ અતિશય વધી જશે. જે કૃષિક્ષેત્રને ખૂબ જ મોટું નુકસાનકર્તા સાબિત થશે. આ બાબતને ગંભીરતાથી લઇ યોગ્ય નિર્ણય કરવા વિનંતી છે.