ક્યારેક ક્યારેક અમુક ખોપરી લોકો એવી અજીબોગરીબ હરકતો કરતા હોય છે, આપણે હસવુ તો આવે પણ સાથે સાથે ગુસ્સો પણ આવે. આવું જ કંઈક એક મહિલાએ કર્યુ છે, તેણે એવુ કારનામું કર્યુ કે, સોશિયલ મીડિયામાં રાતોરાત વાયરલ થઈ ગયુ હતું . આ મહિલાને વિમાનમાં ગરમી લાગતા ફ્લાઈટનું ઈમરજન્સી ડોર ખોલી વિંગ પર આંટા મારવા લાગી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો યુક્રેનનો છે. જ્યાં આ મહિલાને ઈમરજન્સી રેસ્પોંસ ટીમે પ્લેનની વિંગ પરથી નીચે ઉતરવા જણાવ્યુ હતું. આ વિમાન તુર્કીથી ઉડાન ભર્યા બાદ યુક્રેન એરપોર્ટ પર ઉતર્યુ હતું. જ્યાં વિમાનમાં સવાર એક મહિલા યાત્રિએ ફ્લાઈટનો ઈમરજન્સી દરવાજો ખોલી વિંગ પર આંટા મારવા લાગી હતી. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મહિલા બેફિકર થઈને વિંગ પર ફરતી રહી હતી.અજીબ વાત એ છે કે, આ મહિલાએ અગાઉ પણ આવુ કેટલીય વાર કર્યુ છે.
કારણ જાણ્યુ તો બોલી કે….ગરમી થતી હતી એટલે બહાર આવી
યુક્રેન ઈંન્ટરનેશનલ એરલાઈન્સએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તાજેતરમાં આપેલા નિવેદન મુજબ વિમાન નંબર PS6212 અંતાલ્યાથી કીવ જઈ રહ્યુ હતું. યુક્રેન એરોપોર્ટ પર એક મહિલા યાત્રિ ટર્મિનલ ડીના ગેટ 11 નજીક રોકાયા બાદ વિમાનના ઈમરજન્સી એક્ઝિટ ખાલી તેની વિંગ પર આંટા મારવા લાગી હતી. આ ઘટના બાદ યુક્રેન ઈન્ટરનેશન એરલાઈન્સે આ મહિલાને બ્લેકલિસ્ટમાં નાખી દીધી છે. જ્યારે આ મહિલાને પુછ્યુ તો તેણે જણાવ્યુ કે, ફ્લાઈટમાં ખૂબ જ ગરમી થઈ રહી હતી.