જો તમે તમારું નેશનલ પેંશન સિસ્ટમ એટલેકે NPS એકાઉન્ટને લોગઈન કરી શકતા નથી તો બની શકે કે, તમારું ખાતુ ફ્રીઝ થઈ ગયુ હશે. NPS એકાઉન્ટ હોલ્ડરને દરેક નાણાકીય વર્ષમાં 1000 રૂપિયા જમા કરાવવાનાં હોય છે. મિનિમમ ડિપોઝિટ એમાઉન્ટ 500 રૂપિયા છે. જો તમે આ રકમ જમા કરાવી નથી તો તમારું ખાતું ફ્રીઝ થઈ શકે છે. જેથી તેને રિ-એક્ટિવેટ કરાવવું જરૂરી છે. તો ચાલો જાણીએ તેને કેવી રીતે રી-એક્ટિવેટ કરાવી શકો છો. NPSમાં યોગદાન આપનારા દરેક કંટ્રીબ્યૂટરને એક પર્મનેન્ટ રિટાયરમેંટ એકાઉન્ટ નંબર એટલે PRAN આપવામાં આવે છે. જો તમારો આ નંબર ફ્રીઝ થઈ ગયો છો તો તમે તેને બેંક અથવા પોસ્ટઓફિસમાંથી FORM UOS-S10-A લઈને તેને ભરો અને આ લિંક ઉપરથી ડાઉનલોડ પણ કરી શકો છો.
https://npscra.nsdl.co.in/download/non-government-sector/allcitizens-of-india/forms/UoS S10AUnfreezing%20of%20PRAN.pdf ફિઝિકલ ફોર્મની સાથે સબ્સ્ક્રાઈબરનું PRAN કાર્ડ કોપી પણ અટેચ કરવી પડે છે. કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવીને NPS ખાતું ફરી શરૂ કરી શકાય છે. તમે તેને પીઓપી-એસપી (પોઈન્ટ ઓફ પર્ચેઝ સર્વિસ પ્રોવાઈડર) અથવા ઇ-એનપીએસ દ્વારા ઓનલાઇન શરૂ કરી શકો છો. પીઓપીની અધિકૃત શાખાઓ NPS ઓફલાઇનને ફરી ચાલુ કરવા માટે સંગ્રહ પોઇન્ટ તરીકે કાર્ય કરે છે. તેમને પોઇન્ટ ઓફ પ્રેઝેન્સ સર્વિસ પ્રોવાઈડર્સ (પીઓપી-એસપી) પણ કહેવામાં આવે છે.તમે NPSને ઓનલાઇન પણ ફરીથી શરૂ કરી શકો છો. આ માટે ઇ-એનપીએસ પોર્ટલ દ્વારા રૂ.500 નું રોકાણ કરવું પડશે. ઇ-એનપીએસ પોર્ટલ પરના ‘કૉન્ટ્રિબ્યૂશન’ પર ક્લિક કરીને આ કામ કરી શકો છે. રેગ્યુલર NPS ખાતાને ફરીથી સક્રિય કરવા માટે 500 રૂપિયા, દરેક ફ્રીઝ વર્ષ માટે 100 રૂપિયા એક્સ્ટ્રા લાગે છે. ફ્રી એકાઉન્ટ માટે, 500 રૂપિયા અને દરેક ફ્રીઝ વર્ષ માટે 25 રૂપિયા એકસ્ટ્રા લાગે છે.