માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયે 1 ડિસેમ્બર, 2019થી દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર તમામ ખાનગી અને જાહેર વાહનો – ફોર વ્હીલર માટે ફાસ્ટટૈગ ફરજિયાત બનાવ્યું છે. હવે પરિવહન મંત્રાલયે ડિસેમ્બર 2017 પહેલાં વેચાયેલા મોટા વાહનોમાં ફાસ્ટટૈગ ફરજિયાત કરારનો એક મુસદ્દો જાહેર કર્યો છે, જે જાન્યુઆરી 2021 થી લાગુ થશે.
સરકારે બહાર પાડ્યુ જાહેરનામું
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ, આગામી વર્ષે જાન્યુઆરીથી 1 ડિસેમ્બર, 2017 પહેલાં નોંધાયેલા તે વાહનોમાં પણ ફાસ્ટટૈગ સ્થાપિત કરવું ફરજિયાત રહેશે. આ સિવાય મંત્રાલયે એપ્રિલ 2021 થી અસરકારક થર્ડ પાર્ટી વીમા માટે ફાસ્ટેટૈગ ફરજિયાત બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ સંદર્ભે, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે.
ટોલ સંબંધિત થશે આ ફાયદાઓ
FASTagએ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સીસ્ટમ છે. જે ભારતની સરકારી સંસ્થા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ચલાવવામાં આવે છે. આ એક RFID (રેડીયો ફ્રિક્વન્સી આઇડેંટીફીકેશન)ઉપર ચાલતી ટેક્નોલૉજી છે. આ ટેક્નોલૉજીની મદદથી તમારે ટોલ બૂથ ઉપર કેશ કે કાર્ડ ને વાપરવાની જરૂર રેહતી નથી. ટોલ ટેક્સ સીધા તમારા ખાતામાંથી કપાઈ જાઈ છે. અને આ માટે તમારે તમારી કાર ને ટોલ બુથ ની લાંબી લાઇન માં ઉભવાની કોઈ જરૂર નથી. તમારી કાર ઉપર એક સ્ટિકર હોય જેમાં RFID ચિપ લાગેલું હોય છે. જે ટોલ બુથ ના સંપર્ક માં આવતા આ સીસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે અને તમારા ડિજિટલ વોલેટ અથવા બેન્ક ખાતા માથી ચાર્જ ચૂકવાય જાય છે.
શું છે આ FASTagના ફાયદા?
- સરળ રીતે ટોલ પેમેન્ટ.
- તમારે ટોલ ટેક્સ ની લાબી લાઇનથી છુટકારો મળશે.
- તમારે ટેક્સ ભરવા કાર ને ઊભી રાખવી નહીં પડે.
- તમે આ ના માટે ઓનલાઈન રિચાર્જ કરવી શકો છો.
- તમારા કેટલો ટોલ ચૂકવ્યો એને તમે SMS દ્વારા જાણી શકશો.
- એક ફાસ્ટટેગ ની આયુષ્ય ૫ વર્ષની હશે.
- આનથી પર્યાવરણને પણ ફાયદો થશે. પેપરની બચત થશે.