ગાંધીનગર : કોરોના વાયરસનો કહેર દેશ અને દુનિયામાં તાંડવઃ મચાવી રહ્યો છે. ભારતમાં કોરોના કેસનો આંકડો 38 લાખની ઉપર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસનો આંકડો 1 લાખને વટાવી જતા તંત્ર દોડતું થઇ ગયું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં 1325 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 16 લોકો આ વાયરસને કારણે મોતને ભેટ્યા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1126 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાને વકરતો અટકાવવા માટે કોરોના ટેસ્ટિંગને વેગ અપાયો છે. ત્યારે રોજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 1 લાખનો આંકડો પર કરી ગઈ છે.