નવી દિલ્હી : આઈપીએલ (IPL)ના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંથી એક ચૈન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ચૈન્નાઈ સુપર કિંગ્સના તમામ ખેલાડીઓ અને સ્ટાફનો ત્રીજો કોવિડ 19 ટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. જે નેગેટિવ આવ્યો છે. હવે 4 સપ્ટેમ્બર, શુક્રવારથી ધોનીની ટીમ પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. આ સાથે, સીએસકેની આઈપીએલની શરૂઆતની મેચ રમવાની શક્યતા પણ પ્રબળ બની છે.
ગયા અઠવાડિયે, સીએસકેના બે ખેલાડીઓ સહિત 13 સભ્યો કોવિડ પોઝિટિવ હોવા અંગે માહિતી બહાર આવી હતી. આ પછી, આખી ટીમનો ક્વોરેન્ટીન થવાનો સમયગાળો 4 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો. જે બાદ બીજો રિપોર્ટ કરવામાં આવ્યો તેમાં આ તમામ સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ સાથે, ધોનીની ટીમ પ્રેક્ટિસમાં પાછી ફરે તે પહેલાં બે કોવિડ ટેસ્ટ રિપોર્ટની નેગેટિવ સ્થિતિની પણ અમલ કરવામાં આવ્યો હતો. આમ પ્રથમ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બીજો અને ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવતા ટીમે રાહતનો શ્વાસ લીધો છે.
નોંધનીય છે કે, તમામ ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ શુક્રવારથી તેની પ્રેક્ટિસ શરૂ કરશે.