સુરત ના પાંડેસરા ગુ.હા. બોર્ડ વિસ્તારમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ 10થી 12 કલાકની શોધખોળ બાદ પરવટ પાટિયા વિસ્તારમાંથી મળી આવનાર 7 વર્ષની તરૂણીના નિવેદનના આધારે પોલીસે તેના પિતા વિરૂધ્ધ માર મારવા ઉપરાંત જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા ગુ.હા. બોર્ડ નજીક જલારામ નગરમાં રહેતા શ્રમજીવી દગળુ સુખદેવ રણશીંગે (મૂળ રહે. ઇન્દ્રાનગર, નાગપુર, મહારાષ્ટ્ર) ની 7 વર્ષીય પુત્રી માયા બે દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી.
મારા પિતાજી મને કોઇ પણ વાંક ગુના વગર માર મારે છે અને ઘરમાં પુરી રાખે છે
માસુમ સાથે કોઇ અઘટિત ઘટના નહીં ઘટે તે માટે આ બાબતને ગંભીરતાથી લઇ 150 પોલીસ જવાનની 14 ટીમ બનાવવા ઉપરાંત સીસીટીવી ફુટેજના આધારે પરવટ પાટિયા વિસ્તારમાંથી શોધી કાઢી હતી. પોલીસે માયાની પુછપરછ કરતા રડતા-રડતા જણાવ્યું હતું કે મારા પિતાજી મને કોઇ પણ વાંક ગુના વગર માર મારે છે અને ઘરમાં પુરી રાખે છે. મારી સગી માં મને એકલી મુકી મારા મામાના ઘરે મુંબઇ ખાતે રહે છે.
ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મારા પિતાજી મને કોઇ કારણ વગર મને મારઝુડ કરી ત્રાસ આપતા હતા અને ઘરમાંથી બહાર જવા દેતા ન હતા. તેમજ દોરી વડે મને બાંધી રાખતા હતા અને તેઓની સાથે રહેવાનું ગમતું ન હોવાથ હું ઘરેથી ભાગી ગઇ હતી. માસુમના આ નિવેદનને પગલે પાંડેસરા પોલીસ મથકના પીઆઇ અલ્પેશ ચૌધરીએ માયા ના પિતા વિરૂધ્ધ માર મારવા બદલ તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.