ગાંધીનગર, 5 સપ્ટેમ્બર 2020
રાજ્યના લગભગ તમામ બાગબગીચાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 5 સપ્ટેમ્બર 2020થી બગીચા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. બગીચામાં લોકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
ગુજરાતમાં 4 મહિના બાદ બગીચા ખુલ્લા મૂકાયા છે. બગીચામાં સોશિયલ ડિસ્ટન્સિંગનુ પણ ધ્યાન રાખવું પડશે. બગીચામાં જો કોઈ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યું હોય તો તેને રૂ.2000નો દંડ ફટકારવામાં આવશે. સીનીયર સીટીઝન બગીચામાં ચાલવા પહોંચી ગયા હતા.
અમદાવાદમાં 258 ગાર્ડન લોકો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. શહેરના બગીચામાં સેનિટાઈઝેશનની કામગીરી પૂર્ણ કરીને આજથી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. બગીચામાં કોઇ મેળાવડા કરીને સોશિયલ ડિસન્ટન્સિંગનો ભંગ થશે તો પગલાં ભરાશે.
અમદાવાદમાં બે દિવસ અગાઉ જ ગાર્ડનની સાફસફાઈ અને સેનેટાઈઝ કરવાની કામગીરી પુર્ણ કરવામાં આવી. સાથે વૃક્ષોની ટ્રીમિંગ કામગીરી પણ હાથ ધરાઇ છે. 10 દિવસ મોનીટરીંગ કરવામાં આવશે ત્યારબાદ રિવ્યુ મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે. ગાર્ડનમાં સવાર સાંજ સેનેટાઇઝેશન કરવાનો પણ નિર્ણય કરાયો છે.
રમત-ગમત સંકુલ-સ્ટેડિયમ ખોલી શકાશે પણ દર્શકો પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય આતિથ્ય સેવાઓ રાત્રીનાં 11:00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. યોગા ઇન્સ્ટીટયુટ અને જીમ્નેશીયમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એસઓપી અનુસાર ચાલુ રાખી શકાશે. શોપીંગ મોલ્સ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ચાલુ રાખી શકાશે.
સિનેમાગૃહો, મલ્ટીપ્લેકસ, સ્નાનાગારો, મનોરંજન ગૃહો, નાટય ગૃહો, કલબ, જાહેર બગીચાઓ, પ્રાણી સંગ્રહાલય, વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, બાર અને સભાગૃહો, સભાખંડો અને તે પ્રકારના સ્થળો જાહેર જનતા માટે બંધ રાખાશે.