શું કિમ જોંગ ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારીમાં છે? ઈરાન-અમેરિકાના સીઝફાયર બાદ તુરંત છોડી મિસાઈલ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ થતા જ કિમ જોંગ ભભૂક્યા: દક્ષિણ કોરિયા પર મિસાઈલોનો મારો, મચ્યો હડકંપ

એક તરફ જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના સમાચારથી આખી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે બીજી તરફ ઉત્તર કોરિયાએ ફરી એકવાર પોતાની મિસાઈલ શક્તિનું પ્રદર્શન કરીને વૈશ્વિક તણાવ વધારી દીધો છે. કિમ જોંગ ઉનના નેતૃત્વ હેઠળ ઉત્તર કોરિયાએ તેના પૂર્વી તટ પરથી એક પછી એક અનેક મિસાઈલો દાગી છે, જેના કારણે પડોશી દેશ દક્ષિણ કોરિયામાં ભારે ફફડાટ અને હડકંપ મચી ગયો છે.

દરિયામાં મિસાઈલોનો મારો: દક્ષિણ કોરિયાની સેના એલર્ટ પર

દક્ષિણ કોરિયાના ‘જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ’ના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાએ તેના પૂર્વી તટીય વિસ્તાર વોનસન (Wonsan) પાસેથી ટૂંકા અંતરની અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. આ દરેક મિસાઈલે આશરે 240 કિલોમીટર (150 માઈલ)નું અંતર કાપીને દરિયામાં ખાબકી હતી. છેલ્લા બે દિવસમાં ઉત્તર કોરિયાનું આ બીજું મોટું મિસાઈલ પરીક્ષણ છે. દક્ષિણ કોરિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકા સાથે મળીને ઉત્તર કોરિયાની કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છે.

- Advertisement -

 missile.jpg

શું અગાઉનું પરીક્ષણ નિષ્ફળ ગયું હતું?

દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ, મંગળવારે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગની આસપાસથી પણ એક અજ્ઞાત મિસાઈલ છોડવામાં આવી હતી. જોકે, દક્ષિણ કોરિયાના મીડિયાના અહેવાલો અનુસાર, તે મિસાઈલ લોન્ચ થયાના થોડા સમય બાદ જ રડારમાંથી ગાયબ થઈ ગઈ હતી. સૈન્ય નિષ્ણાતો માની રહ્યા છે કે આ લોન્ચિંગ પ્રક્રિયામાં કોઈ ખામી સર્જાઈ હતી અને પરીક્ષણ નિષ્ફળ રહ્યું હોઈ શકે છે.

સંબંધો સુધારવાના મૂડમાં નથી ઉત્તર કોરિયા

દક્ષિણ કોરિયાની ઉદારવાદી સરકાર ભલે વર્ષોથી બંધ પડેલી મંત્રણા ફરી શરૂ કરવાની આશા રાખતી હોય, પણ ઉત્તર કોરિયાએ પોતાના ઈરાદા સાફ કરી દીધા છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રથમ નાયબ મંત્રી જાંગ કુમ ચોલે મંગળવારે આકરા શબ્દોમાં કહ્યું કે, “દક્ષિણ કોરિયા હંમેશા અમારો સૌથી કટ્ટર દુશ્મન દેશ રહેશે.” તેમણે દક્ષિણ કોરિયાની મજાક ઉડાવતા તેમને ‘દુનિયાના સૌથી મોટા મૂર્ખ’ ગણાવ્યા હતા.

- Advertisement -

missile1.jpg

કિમ જોંગ ઉનની ચેતવણી અને પરમાણુ શસ્ત્રોની હોડ

વર્ષ 2019માં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદથી ઉત્તર કોરિયાએ સતત પોતાના પરમાણુ હથિયારોનો ભંડાર વધારવા પર ભાર મૂક્યો છે. ફેબ્રુઆરીમાં સત્તારૂઢ વર્કર્સ પાર્ટીની બેઠકમાં કિમ જોંગે ધમકી આપી હતી કે જો તેમને ઉશ્કેરવામાં આવશે તો તેઓ દક્ષિણ કોરિયાનો નાશ કરી દેશે.

જોકે, તાજેતરમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે ઉત્તર કોરિયામાં નાગરિક ડ્રોન ઉડ્ડયન મામલે અફસોસ વ્યક્ત કર્યો હતો, જેને કિમ જોંગે ‘રાષ્ટ્રપતિનું સાહસ અને પ્રામાણિકતા’ ગણાવીને પ્રશંસા પણ કરી હતી. છતાં, તેમણે ચેતવણી આપી છે કે જો ફરીથી આવા ડ્રોન દેખાશે તો તેઓ આકરો જવાબ આપશે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.