આરબીઆઈ અત્યારે ૨૦૦ રૂપિયાની નોટ છાપી રહી છે.
૮ નવેમ્બરના રોજ મોદી સરકાર દ્વારા નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારબાદ આરબીઆઈને ૧૩ હજાર કરોડ જેટલા રૂપિયાનો ખર્ચ થયો છે. આરબીઆઈને આ ખર્ચ જૂની નોટો પાછી લેવા માટે અને નવી ચલણી નોટો પ્રિન્ટ કરવા માટે થયો છે.
આ વાતનો ખુલાસો એસબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. નોટબંધી પહેલા ૯૦ ટકા જેટલી કરંસી પ્રિટ કરાવવામાં આવી હોત તો આરબીઆઈનો આ ખર્ચ હજી ૫૦૦ કરોડ રૂપિયા વધી જાત.એસબીઆઈના રિપોર્ટ અનુસાર નોટબંધીના સમયે ૧૫.૪૪ લાખ કરોડ રૂપિયાની વેલ્યુ કરંસી પાછી લેવામાં આવી. આ કરંસીમાંથી અત્યાર સુધી ૮૪ ટકા કરંસી પાછી આવી છે. નોટ પર પ્રિન્ટિંગના ખર્ચના આધાર પર આરબીઆઈ અત્યાર સુધી ૧૨ થી ૧૩ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે. હવે આરબીઆઈ ૨૦૦ રૂપિયા ની નોટ પણ અત્યારે બનાવી રહી છે. હવે જો ૫૦૦ની સાથે સાથે ૨૦૦ રૂપિયા ની નોટ પણ બનાવવામાં આવે તો આરબીઆઈને વધારે ખર્ચ ભોગવવો પડશે.
એસબીઆઈના રિપોર્ટ અનુસાર પ્રતિ સિક્કાના આધારે ૧૦ રૂપિયાનો સીક્કો બનાવવા માટે ૬ રૂપિયાનો ખર્ચ થાય છે. તેવી જ રીતે ૫૦૦ રૂપિયાની નોટ બનાવવા માટે ૨.૭૮ રૂપિયાથી લઈને ૩.૦૯ રૂપિયા પ્રિન્ટિંગ ખર્ચ થાય છે. તો ૨૦૦૦ રૂપિયાની નોટ બનાવવા માટે ૩.૫૪ રૂપિયાથી લઈને ૩.૭૭ રૂપિયા નો ખર્ચ થાય છે.