સોનાના ભાવ હાલ ઉપરના સ્તરથી 10 ટકા નીચે આવી ચુક્યો છે. જો કે હજુ પણ રોકાણકારોનું માનવુ છે કે દિવાળીના સમયે સોનાની કિંમત 60 હજાર રૂપિયાને પાર જશે. તેવામાં જો તમે હાલ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં હોય તો આ સમય એકદમ યોગ્ય છે. સામાન્ય રીતે ગોલ્ડમાં રોકાણ કરવાની અનેક રીતો છે. આજકાલ સરકાર પણ સમયે-સમયે ગોલ્ડમાં રોકાણ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ લઇને આવે છે. અમે તમને ગોલ્ડ રોકામ પહેલા અનેક પ્રકારની જાણકારી આપી રહ્યાં છીએ, જે તમને કામમાં આવશે.
આ છે સોનામાં રોકાણ કરવાના વિકલ્પ
સામાન્ય રીતે, રોકાણકારો માટે સોનામાં રોકાણ કરવા માટેના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં પેપર ગોલ્ડ, ગોલ્ડ ETF, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડિજિટલ ગોલ્ડને કોરોનાકાળમાં વધુ સારા વિકલ્પો માનવામાં આવે છે. કારણ છે કે આ વિકલ્પોમાં રોકાણ સરળતાથી ખરીદી અને વેચી શકાય છે. તે જ સમયે, સોનું પણ શુદ્ધ હોય છે અને તેને સુરક્ષિત રાખવાની ચિંતા નથી.
સોનાને બનાવો એસેટ
તમે સોનાના ઘરેણા ખરીદવાના બદલે તેને એક એસેટ તરીકે પણ ખરીદી શકો છો. ઘરેણા ખરીદવાથી તેને ખૂબ જ સંભાળીને રાખવા પડે છે. સાથે જ તે પણ જાણતા નથી કે તેની શુદ્ધતા કેટલી છે. સાથે જ ગોલ્ડ કોઇન અથવા જ્વેલરી ખરીદવા પર તેની સુરક્ષા પણ કરવાની હોય છે. તેવામાં ડિજિટલ ગોલ્ડ ખરીદવુ ઘણી રીતે યોગ્ય માનવામાં આવે છે.
ખરીદી શકો છો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ
મોટાભાગના લોકોએ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે સાંભળ્યું છે. હવે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પણ માર્કેટમાં આવી ગયા છે. આમાં રોકાણકારોના નાણાંનું સોનામાં રોકાણ થાય છે. આમાં પણ, ફંડ મેનેજરો રોકાણકારોની રકમનું ધ્યાન રાખે છે. ભંડોળના વળતર પર બજારની સ્થિતિની અસર પડે છે. રોકાણકારોએ તેમની જોખમ લેવાની ક્ષમતાના આધારે રોકાણ કરવું જોઈએ.
રોકાણ પર લાગે છે કેપિટલ ગેન ટેક્સ
જો તમે સોનાની ખરીદી કરો છો અને તેને ત્રણ વર્ષથી ઓછા સમયમાં વેચો છો, તો તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગુ કરવામાં આવશે. આ તમારી કુલ આવક પર લાદવામાં આવશે. તે જ સમયે, ત્રણ વર્ષ પછી સોનાનું વેચાણ લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે. તમારે LTCG 20% + સરચાર્જ ચૂકવવું પડશે. 4 ટકા સેસ ઇન્ડેક્સેશન બેનિફિટ સાથે શક્ય છે. ફિઝિકલ ગોલ્ડ પર જીએસટી લાગુ પડે છે.