દેસાઈ ટુર એન્ડ ટ્રાવેલર્સ દ્વારા પારડીમાં વિવિધ મનોરંજન કાર્યક્રમ
પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલમાં રવિવારના રોજ બંકિમ પાઠક ઓર્કેસ્ટ્રા પાર્ટી એક સામ મહંમદ રફી કે નામ મ્યુઝિકલ પાર્ટીનું સફળ આયોજન પારડીના દેસાઈ ટુર એન્ડ ટ્રાવેલર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પારડી રાકી સલૂનનો સહકાર સાથે પારડીમાં વિવિધ મનોરંજન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે દેસાઈ ટુર ટ્રાવેલર્સ ના સંચાલક આશિત ઉર્ફે ગુરુ દેસાઈ અને સંસ્થા સાથે સંકળાયેલ છે અને વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિ કરતા હોય છે રવિવારે બંકિમ પાઠક ની ટીમે મહંમદ રફીના સ્વરે સુંદર જુના ફિલ્મ ના ગીતો પીરસ્યા હતા જેમાં પેક્ષકો સુર સમ્રાટ તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર ટીમના અન્ય સિંગર દક્ષ ગોહિલ, અલકા ઠાકુર તેમજ બંકિમ પાઠક નો પુત્ર પિતાના વારસાઈ માં ઉતર્યો છે અને તેમણે પણ મહમદ રફીના સ્વર કાંઠે ગીતો ગાયા હતા અને પેક્ષકો એ તાળી ઓથી વધાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન દેસાઈ ટુર એન્ડ ટ્રાવેલર્સ પારડી દ્વારા ટ્રાવેલર્સ ના સંચાલક આશિત ઉર્ફે ગુરુ દેસાઈ એ કર્યું હતું ૫૦૦ થી વધુ પેક્ષકો હોલમાં આવ્યા હતા મહાનુભાવોમાં દમણ દામિની વુમન ના પ્રમુખ સિમ્પલ કાંટેલા, ડોકટરો, વકીલો અને દેસાઈ ટુર એન્ડ ટ્રાવેલર્સના સભ્યો, પાલિકાના કારોબાર અધ્યક્ષ દેવેન્દ્ર શાહ તેમજ મોટી સંખ્યામાં પારડી વાપી દમણ અતુલ વલસાડ ઉદવાડા વગેરે શહેરોમાંથી આવ્યા હતા.