એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ (SBI Mutual Fund)એ એક એવો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં રોકાણ કર્યા બાદ તમે બાળકોના એજ્યુકેશનથી લઈને લગ્ન સુધીની ચિંતાથી મુક્ત થઈ શકો છો. આ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનને સબ્સક્રિપ્શન માટે 8 સપ્ટેમ્બરે ખોલવામાં આવશે અને 22 સપ્ટેમ્બરે બંધ કરી દેવામાં આવશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંજને 7 સપ્ટેમ્બરે ‘અસબીઆઈ મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન’ (SBI Magnum Children’s Benefit Fund-Investment Option) લોન્ચ કરી દીધો છે. આ ફંડમાં કરવામાં આવેલા રોકાણ પર 5 વર્ષના લાંબા સમયમાં 12 ટકાથી વધુનું રિટર્ન આપવામાં આવવાની આશા છે.
તમારા પૈસાના 100% ભાગને ઈટીએફમાં કરવામાં આવી શકે છે ઈનવેસ્ટ
ચિલ્ડ્રન્સ બેનેફિટ ફંડ Open Ended Fund છે. જેમાં રોકણા કરી પેરેન્ટ્સ પોતાના બાળકોને ભવિષ્યની આર્થિક જરૂરીયાકોને પુરી કરવા માટે રોકાણ કરી શકે છે. આ એક સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ છે. આ ફંડ તમારી પુજીનો ઓછામાં ઓછો 65 ટકાથી લઈને 100 ટકા ઈક્વિટી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)માં રોકાણ કરશે. રોકાણના 35 ટકા ભાગ ઈન્ટરનેશનલ ઈક્વિટી (International Equities)અને 20 ટકા ગોલ્ડ ઈટીએફ (Gold ETFs) માં રોકાણ કરવામાં આવી શકે છે. ડેટ ફંડ (Debt Funds)માં રોકાણ કરવા માટે ટ્રિપલ-એ રેટેડ સિક્યોરિટીમાં પૈસા લગાવશે. ત્યાં જ 10 ટકા ભાગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં લગાવી શકાય છે.
પાંચ વર્ષ અથવા બાળકના 18 વર્ષના થવા સુધી રહેશે લોક-ઈન પીરિયડ
‘એસબીઆઈ (SBI) મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનેફિટ ફંડ ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન’નું લોક-ઈન પીરિયડ (Lock-In Period) પાંચ વર્ષનું છે. સરળ શબ્દોમાં સમજાવીએ તો આ ફંડમાં કરવામાં આવેલા રોકાણને પાંચ વર્ષ અથવા બાળકોને 18 વર્ષના થવા સુધી કાઢી શકાય છે. જોકે બાળક પાંચ વર્ષનો લોક-ઈન પીડિયડ પુરો થયા પહેલા જ 18 વર્ષનો થઈ જાય છે તો ફંડમાંથી પૈસા કાઢી શકાય છે. તેને કંઈક આ રીતે સમજાવી શકાય છે. માની લો કે તમારા બાળકના 15 વર્ષના થવા પર આ ફંડમાં રોકાણ કરવામાં આવ્યું તો લોક-ઈન પીરિયડ પાંચ વર્ષ નહીં ત્રણ વર્ષનો જ રહેશે. તેમાં કરવામાં આવેલા રોકાણને તમે જ્યા સુધી ઈચ્છો ફંડમાં રહેવા દઈ શકો છો.
બાળક અથવા બાળકની સાથે જ્વોઈન્ટ એકાઉન્ટ દ્વારા કરી શકાય છે રોકાણ
એસબીઆઈ (SBI) નું આ નવુ ફંડ 1થી લઈને 14 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે શાનદાર છે. તેનાથી રોકાણ પરની લાંબી સમય મર્યાદા પર મળતા ફાયદાઓ પણ મળશે. કોઈ પણ પેરેન્ટ બાળકોના એકાઉન્ટ અથવા બાળકોની સાથે જ્વોઈન્ટ એકાઉન્ટ દ્વારા આ ફંડમાં રોકાણ કરી શકે છે. ત્યાર બાદ માતા-પિતા રોકાણને બાળકોના 18 વર્ષ સુધીના થવા સુધી મેનેજ કરશે. ત્યાર બાદ એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે. હવે બાળક જો KYCની પ્રક્રિયા પૂર્ણ કરી લેશે તો એકાઉન્ટ ફરી એક્ટિવ થઈ જશે. ત્યાર બાદ બાળક પોતે આ સ્કીમ માટે મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોને ઓપરેટ કરી શકે છે.
સંપૂર્ણ મૂડી ઈટીએફમાં રોકવા પર લાગશે કેપિટલ ગેન્સ ટેક્સ
એસબીઆઈ (SBI) મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ વિનય ટોન્સે કહ્યું કે પેરેન્ટ્સના આ સ્કીમમાં રોકાણ કરવાથી બાળકોના ભવિષ્યની ચિંતામાંથી છુટકારો મળી જશે. સ્કીમ માટે વધુ એક્સપેન્સ રેશિયો (Expense Ratio) એસેટ્સના 2.25 ટકા રાખવામાં આવ્યો છે. આ સ્કીમમાં ડિવિન્ડેન્ડ ઓપ્શન નથી. તેમાં રોકાણકારોને ફક્ત ગ્રોથ ઓપ્શન મળશે. એસબીઆઈ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડમાં 100 ટકા સુધી ઈક્વિટીમાં રોકાણનો ઓપ્શન છે. એવામાં જો એક વર્ષથી ઓછા સમયમાં પૈસા કાઢી લેવામાં આવે છે તો 15 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ (Capital Gains Tax) લાગશે. ત્યાં જ લાંબા સમય સુધી પૈસા નહીં ઉપાડવા પર 10 ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ લાગશે.
ઈન્ટરનેશનલ ઈક્વિટી અને ગોલ્ડમાં રોકાણનો નિર્ણય ફંડ મેનેજમેન્ટ ટીમ લેશે
ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ 35 ટકા મૂડી ઈન્ટરનેશનલ ઈક્વિટીઝ, 20 ટકા ગોલ્ડ અને 10 ટકા રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સમાં રોકાણની છુટ આપે છે. એસબીઆઈ (SBI) મ્યુચ્યુઅલ ફંડમાં ઈક્વિટીના પ્રમુખ આર. શ્રીનિવાસને જણાવ્યું કે ઈન્ટરનેશનલ ઈક્વિટી અને ગોલ્ડમાં રોકણને લઈને પહેલા કંઈ નક્કી નહીં થાય. તેમાં રોકાણનો નિર્ણય ફંડ મેનેજમેન્ટ ટીમ કરશે. આ ફંડ ઈક્વિટી અને ગોલ્ડની સાથે જ ડેટ ફંડમાં રોકાણની પણ મંજૂરી આપે છે. તેના માટે AAA-Rated Debt પર ફંડ મેનેજરનું જોર રહેશે.