નવી દિલ્હી : ટ્રુકોલર (Truecaller) એક નવું અપડેટ બહાર પાડ્યું છે જેમાં કેટલીક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. હવે એસએમએસ ફિલ્ટરની સુવિધા આપવામાં આવશે, એટલે કે, તમે આ સુવિધા દ્વારા સ્પામ સંદેશને અમુક અંશે નિયંત્રિત કરી શકો છો.
એસએમએસ ફિલ્ટરની સાથે કંપનીએ આઇફોન માટે સ્પામ કોલ ડિટેક્શન અને કોલર આઈડી સુવિધા પણ બદલી છે.
ટ્રુ કોલરની નવી સ્પામ સંદેશ ફિલ્ટર સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમે સેટિંગ્સ પર જઈ શકો છો અને કેટલાક ફેરફારો કરી શકો છો. તમારા ફોનની સેટિંગ્સ પર જાઓ, મેસેજ પર ટેપ કરો. તેને સક્ષમ કરવા માટે સંદેશ ફિલ્ટરિંગ વિકલ્પ અહીં જોવામાં આવશે.
Message Filtering ઓપશન સાથે Unknown & Spam દેખાશે. તમને અહીં ટેપ કરીને ફિલ્ટર unknown સેન્ડર અને ટ્રુ કોલરનું ઓપશન મળશે. તેને ઓન કરવા પર સ્મેમ મેસેજ ફિલ્ટરિંગ શરુ થઇ જશે.