સરકાર ભલે પોર્ન વીડિયોની સાઇટો ઉપર પ્રતિબંધ મૂકે પરંતુ દેખનારા તો કઈ પણ કરી પોર્ન વિડીયો દેખતા જ હોય છે. અને પછી ક્યારેક સામાન્ય ભૂલથી પોર્ન વિડીયો વ્હોટ્સએપ પર જતો રહે પછી મુદ્દો ચર્ચાને એરણે ચઢે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં મહેસાણા કોંગ્રેસ હોય કે પછી વટવા ભાજપના વ્હોટ્સએપ ગ્રુપમાં પોર્ન વિડીયો અપલોડ થઈ જતા વિવાદો તો થયા છે ત્યારે વધુ એક વ્હોટ્સએપ ગ્રૂપ આજે અમદાવાદમાં ચર્ચાના ચકડોળે ચઢ્યું છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારના ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર મહેશ પટેલના વ્હોટ્સએપ ગ્રુપમાં કોઈ વ્યકતીએ પોર્ન વિડીયો અપલોડ કરી દેતા સનસનાટી મચી ગઇ અને રાજનૈતિક ગ્રૂપ હોય તો કોઈ વાત ક્યારે છુપી રહે. ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડના વ્હોટ્સએપ ગ્રુપમાં કોઈ વ્યક્તિએ અચાનક પોર્ન વિડીયો અપલોડ કરી દેતા અફરાતફરી સર્જાઈ ગઇ ઉતાવળે વિડીયો ડીલીટ કરાવવા માથાકૂટ થઈ પણ ત્યાં સુધી તો સ્ક્રીન શોટ્સ વાયરલ થઈ ગયા.
આ બાબતે ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર મહેશભાઈ પટેલ સાથે વાત કરવામાં આવી તો તેઓ એ સમગ્ર મામલે બચાવની મુદ્રામાં કહ્યું કે કોઈ જુના કાર્યકર્તાનો જૂનો નમ્બર હતો જે બંધ હતો પરંતુ ગ્રુપમાંથી નંબર ડીલીટ કરવાનો રહી ગયો હતો. હાલ આ નંબર અન્ય એક ગોધરાના વ્યક્તિ પાસે છે અને તે નંબર ને ગ્રૂપ માંથી દૂર કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગ્રુપમાં આવા વિડીયો અપલોડ થઈ જવાની ઘટના ઘટતી રહી છે જે ગ્રુપમાં રાજકીય કાર્યકર્તાઓ હોય છે અને તેવા ગ્રુપમાં આવા પ્રકારના વિડીયો અપલોડ થાય તે ખૂબ ચિંતાનો વિષય છે કારણકે કોંગ્રેસ હોય કે ભાજપ એક રાજકીય વિચારધારા છે અને આવા રાજકીય વિચારધારામાં ખરાબ માછલીઓના કારણે રાજકીય નેતાઓ ક્ષોભમાં મુકાઈ છે.