ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લઇ રહ્યો નથી. આ સાથે જ ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમીમાં એક જ દિવસમાં કોરોનાના 30 પોઝિટિવ કેસો સામે આવતા તંત્ર દોડતું થઇ ગયું છે. મળતી વિગતો મુજબ, કરાઈ એકેડેમીમાં એલઆરડી અને પીઆઈની ટ્રેનિંગ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અહીં કોરોના ટેસ્ટિંગ માટે જે 52 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 30 લોકોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં એક જ દિવસમાં 17 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને છેલ્લા બે દિવસમાં 21 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.