અમદાવાદ સ્વાઈન ફલૂ થી પીડાતા બાળક નું ઓક્સિજન ના અભાવે મૃત્યુ થયેલ જેમાં સોલા સિવિલ હોસ્પિટલ ના સિનિયર ડૉક્ટર મિતેષ રામાવતી ને સસ્પેન્ડ કરાયા છે બાળક ને સોલા સિવિલ થી આસરવા સિવિલ એમ્બ્યુલન્સ માં લઇ જવા ના વખતે ઓક્સિજન ના અભાવે બાળક નું મૃત્યુ થયું અને ત્યારબાદ આગળ તપાસ માટે સમિતિ ની રચના કરવા માં આવી છે .
હાલ ગોરખપુર માં જે પ્રમાણે હોસ્પિટલ ની ગેરજીમ્મેદારી ના કારણે 60 થી વધુ બાળકો ના મૃત્યુ થયા જેના થી સમગ્ર ભારત હચમચાવી ગયું પરંતુ તો પણ બીજા હોસ્પિટલ એને ધ્યાને લઇ કામ કરી રહ્યું છે કે નહિ તે સામે આવ્યુ કેમ કે આજે જે રીતે વિકસિત એવા ગુજરાત રાજ્ય ના અમદાવાદ શહેર માં માં આવું થાય તો ચર્ચા નો વિષય અને પ્રશ્નો ઉભા થાય જોકે આરોગ્ય વિભાગ તરત જ આ કેસ ને ગંભીરતા થી લઇ દોડતું થયું અને કાર્યવાહી કરી છે જોકે દર્દી ના પરિવારે પણ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી