નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 94,372 કેસ નોંધાયા છે, જેના કારણે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 47 લાખને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાનાં કુલ કેસ 47,54,357 પર પહોંચી ગયા છે. તે જ સમયે, એક જ દિવસમાં કોરોનાને કારણે 1114 લોકોનાં મોત નીપજ્યાં, જેના કારણે મૃતકોનો આંકડો 78,586 પર પહોંચી ગયો છે. દેશમાં કુલ કોરોના કેસોમાં 9,73,175 લાખ સક્રિય કેસ છે, જ્યારે રાહતની વાત છે કે 37,02,596 લોકો આ રોગચાળાથી મુક્ત થઈને ઘરે પરત ફર્યા છે.
12 સપ્ટેમ્બરના રોજ 10.72 લાખ કોરોના નમૂનાઓનું ટેસ્ટિંગ
દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે, તેના નિવારણ માટે વધુ તપાસ માટે સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે અને 12 સપ્ટેમ્બરના રોજ, 10 લાખ 72 હજાર નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. છેલ્લા 10 દિવસમાં, માત્ર 7 સપ્ટેમ્બરના રોજ 7 લાખ 20 હજાર 362 કોરોના નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું, જ્યારે બાકીના દિવસોમાં આ આંકડો 10 લાખથી ઉપર રહ્યો છે.
3 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડ 1 કરોડ 72 લાખ 179 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ એક જ દિવસમાં સૌથી વધુ તપાસનો આ રેકોર્ડ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા 13 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ, 12 સપ્ટેમ્બર સુધીમાં કુલ કોરોના નમૂનાઓની પરીક્ષા 5 કરોડ 62 લાખ 60 હજાર 928 પર પહોંચી ગઈ છે. 12 સપ્ટેમ્બરના રોજ 10 લાખ 71 હજાર 702 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું.