કોવિડ-19 મહામારીની વચ્ચે સાવેચતીના તમામ પગલા સાથે આવતીકાલે સમગ્ર દેશમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ એન્ટ્રસ એક્ઝામ NEET આપશે તેમ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ)ના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે એનટીએએ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 2546થી વધારીને 3843 કરી છે. એક રૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા 24થી ઘટાડી 12 કરવામાં આવી છે. મેડિકલ કોલેજમાં એડમિશન માટે મહત્ત્વપૂર્ણ ગણાતી નીટ પરીક્ષા કોરોનાને કારણે અગાઉ બે વખત મોકૂફ રાખવામાં આવી હતી.
મેડિકલ કોલેજમાં એડમિશન માટે મહત્ત્વપૂર્ણ ગણાતી નીટ
નીટ પરીક્ષા સૌૈ પ્રથમ 3 મેના રોજ લેવામાં આવનારી હતી. જે પાછળ ઠેલવીને 26 જુલાઇના રોજ રાખવામાં આવી હતી. જો કે કોરોનાને પગલે આ તારીખે પણ પરીક્ષા લેવામાં આવી ન હતી અને નવી તારીખ 13 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી. કુલ 15.97 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા ખંડની અંદર અને બહાર સેનિટાઇઝરની વ્યવસૃથા કરવામાં આવી છે.
અિધકારીએ વધુમાં જણાવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને જ પરીક્ષા કેન્દ્રોમાં આવવાનો આદેશ આપવામાં આવ્યો છે .જો કે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ્યા પછી તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓથોરિટી દ્વારા પૂરા પાડવામાં આવનાર માસ્ક જ પહેરવા પડશે. વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશતી વખતે જ થ્રી-પ્લાય માસ્ક આપી દેવામાં આવશે અને પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓએ અઆ જ માસ્ક પહેરી રાખવા પડશે.
નીટમાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીનો આપઘાત
દેશમાં મેડિકલ અભ્યાસ કરવા માટેની પ્રવેશ પરીક્ષા NEETમાં પોતે નાપાસ થશે એવા ભયથી 19 વર્ષની એક આશાસ્પદ તરૂણીએ આત્મહત્યા કરી લીધી હતી, એમ પોલીસે કહ્યું હતું.જ્યોતશ્રી દુર્ગા તરીકે ઓળખમાં આવેલા યુવતી પોતાના ઘરે લટકેલી હાલતમાં મળી આવી હતી અને બાજુમાં સ્યુસાઇટ નોટ લખી હતી જેમાં પરિવારે તેના પર રાખેલી મોટી આશાઓ પર ખરી નહીં ઉતરી શકે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોએ NEETની પરિક્ષા મોકુફ રાખવા માગ કરી હતી. થોડા દિવસ પહેલાં રાજ્યના અરિયાલુરમાં પણ મેડિકલ આશાસ્પદ વિદ્યાર્થીએ ભયના કારણે આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે 2017માં એક મેડિકલ સ્ટુડન્ટ અનિતાએ પણ નીટના ડરના કારણે આત્મ હત્યા કરી હતી. આમ કેટલાકના મતે નીટની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે આત્મહત્યાનું કારણ બની રહી છે.