કેબિનેટની નિયુક્તિ સમિતિએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ત્રણ આઈએએસ અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપી છે. જે ત્રણ અધિકારીઓ છે તેમાં ઉત્તરાખંડના ટિહરીના ડીએમ મંગેશ ધિલ્ડિયાલ, મધ્યપ્રદેશ કેડરના આઈએસ અધિકારી રઘુરાજ રાજેન્દ્રન અને આંધ્ર પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી આમ્રપાલી કાટાનો સમાવેશ થાય છે.
PM મોદીની મહત્વની યોજનાઓ ઉપર ધ્યાન રાખી રહ્યાં છે આ અધિકારીઓ
ઉત્તરાખંડના ટિહરીના ડિએમ મંગેશ ધિલ્ડિયાલે પીએમઓમાં અંડર સેક્રેટરી પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યાં છે. જ્યારે મધ્ય પ્રદેશના કેડરના આઈએએસ અધિકારી રઘુરાજ રાજેન્દ્રનને પીએમઓમાં ડાયરેક્ટર અને આંધ્રપ્રદેશના કેડરના આઈએએસ અધિકારી આમ્રપાલી કાટાને ડેપ્યુટી સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે. મંગેશ ધિલ્ડિયાલ રૂદ્રપ્રયાગ જિલ્લામાં ડિએમ હતા અને હાલ તે કેદારનાથના પૂનઃનિર્માણ અને ચાર ધાર રોડના નિર્માણ સાથે જોડાયેલા કામો જોઈ રહ્યાં છે. રૂદ્રપ્રયાગમાં ચાલી રહેલા આ બંને યોજનાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. તેવી જ રીતે રઘુરાજ રાજેન્દ્રનને હોસ્પિટલ મંત્રાલય અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ તથા ઈસ્પાતમાં કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પ્રાઈવેટ સેક્રેટરીના રૂપમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યાં હતાં.
આંધ્રપ્રદેશ કેડરને મળી મોટી જવાબદારી
આમ્રપાલી કાટાને પીએમઓ ડેપ્યુટી સેક્રેટરીના પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યાં છે. આમ્રપાલી કાટા આંધ્રપ્રદેશ કેડરના 2010ની બેંચના આઈએએસ અધિકારી છે. આ પહેલા આમ્રપાલી મંત્રિમંડળના સચિવાલયમાં ઉપસચિવ હતા. કેબિનેટની નિયુક્તિ સમિતિના ચેરમેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ તેના સદસ્ય છે.