અમેરિકામાં ચૂંટણી નજીક આવતાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોગ્ય અધિકારીઓ પર બિમારીનો ઝડપથી ઈલાજ શોધવા દબાણ વધારી દીધું છે. વિજ્ઞાનિઓને ચિંતા છે કે, ટ્રમ્પ ચૂંટણીથી પહેલા વેક્સિનને મંજૂરી આપવા દબાણ કરી શકે છે. તેઓ આ અગાઉ વિશેષજ્ઞોની અસહમતિ છતાં પ્લાઝ્મા થેરપીથી વાઈરસ પીડિતોના ઈલાજનો આદેશ આપી ચુક્યા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, સરાકરના દબાણના કારણે લોકોનો વેક્સિન પર વિશ્વાસ ઓછો થઈ શકે છે. ઓગસ્ટમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનના થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ અત્યંત આતુર હતા. તેઓ અને તેમના સહયોગી બતાવવા માગતા હતા કે, વ્હાઈટ હાઉસ વાઈરસ સામે લડાઈમાં ઝડપથી પગલાં લઈ રહ્યું છે. સાજા થઈ ગયેલા દર્દીઓના બ્લડ પ્લાઝ્માનો ઉપયોગ બીમાર લોકોના ઈલાજમાં કરવા કહ્યું હતું. લગભગ બે સપ્તાહ સુધી રાષ્ટ્રીય આરોગ્ય ઈન્સ્ટીટ્યુટ (એનઆઈએચ)એ ઈલાજ રોકી રાખ્યો હતો. તેણે થેરપી અસરકારક ન હોવા અંગે ચિતા વ્યક્ત કરી હતી. બુધવારે, 19 ઓગસ્ટના રોજ ટ્રમ્પે એનઆઈએચના ડિરેક્ટર ડૉ. ફ્રાન્સિસને બોલાવીને કહ્યું કે, શુક્રવાર સુધી થઈ જવું જોઈએ.
શુક્રવાર સુધી આવું થયું નહીં. ફુડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શંકાઓ દૂર કરવા નિર્ણાયક ડેટાની સમીક્ષા કરી ન હતી. જોકે, સંમેલન પહેલા રવિવારે રાત્રે રાષ્ટ્રપતિએ એફડીએની મંજૂરીની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે, પ્લાઝ્મા થેરપીનો મોટાપાયે ઉપયોગ થશે. તેનાથી મૃત્યુમાં 35% જેટલો ઘટાડો આવશે. પ્લાઝ્મા થેરપીની જાહેરાની રાત્રે ડૉ. કોલિન્સને વ્હાઈટ હાઉસ બોલાવાયા હતા. તેમને રુઝવેલ્ટ રૂમમાં મોકલી દેવાયા. બીજી તરફ ટ્રમ્પ અને તેમના અધિકારીઓ બ્રીફિંગ રૂમમાં પત્રકારો સાથે વાત કરતા રહ્યા હતા. ડૉ. કોલિન્સ અને એફડીએના ઉચ્ચ અધિકારી ડૉ. પીટર માર્ક્સ રાષ્ટ્રપતિ અને સરકારના અધિકારીઓને પ્લાઝ્મા થેરપીના અસરકારક હોવાનો દાવો કરતા જોઈ રહ્યા હતા. જાહેરાત પછી ડૉ. કોલિન્સ વ્હાઈટ હાઉસમાંથી જતા રહ્યા હતા. ટ્રમ્પને કોરોનાવાઈરસ પર નિયંત્રણમાં નિષ્ફળતા માટે રાજકીય નુકસાન થવાની આશંકા છે. આથ, હવે તેઓ અમેરિકનોને ઝડપથી વેક્સિન અને ઈલાજ ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી રહ્યા છે. સરકારી વિજ્ઞાનીઓ-દવા કંપનીઓએ રાજકીય કારણોથી જનતાના આરોગ્યની સુરક્ષાને દાવ પર લગાવવાની માન્યતા દૂર કરવા અસામાન્ય પગલાં લીધા છે. એફડીએના કમિશનર ડૉ. હાન કહી ચુક્યા છે કે, બહારના વિશેષજ્ઞોની સલાહકાર સમિતિની મંજૂરી પછી જ કોઈ પણ વેક્સિનને લીલી ઝંડી મળશે. આથી, સંઘર્ષ વધશે.