નવી દિલ્હી : શાઓમીએ ભારતમાં એક નવો બજેટ સ્માર્ટફોન રેડમી 9 આઇ (Redmi 9i) લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 8,299 રૂપિયાથી શરૂ થાય છે અને તેને બે રેમ અને ત્રણ કલર વેરિએન્ટ સાથે રજૂ કરવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું નથી.
રેડ્મી 9 ની 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 8,299 રૂપિયા છે. બીજા વેરિએન્ટમાં, 128GB સ્ટોરેજ 4GB રેમ સાથે આપવામાં આવ્યું છે. તેની કિંમત 9,299 રૂપિયા છે.
રેડમી 9 આઇનું વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. તે ફ્લિપકાર્ટ અને શાઓમીની વેબસાઇટ સહિત ઓફલાઇન રિટેલ સ્ટોર્સથી ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનના બ્લેક, બ્લુ અને ગ્રીન વેરિઅન્ટ મળશે.
રેડમી 9 આઇનું વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. તે ફ્લિપકાર્ટ અને શાઓમીની વેબસાઇટ સહિત ઓફલાઇન રિટેલ સ્ટોર્સથી ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનના બ્લેક, બ્લુ અને ગ્રીન વેરિઅન્ટ મળશે.